નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ કોલકાતાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચ દરમિયાન એક અદભૂત ઘટના જોવા મળી હતી. જ્યારે રોહિત શર્માએ વિરાટ કોહલીના કહેવા પર રિવ્યુ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટના કહેવા પર લીધો રિવ્યુ
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીના કહેવા પર રિવ્યુ લીધો હતો. રોહિત શર્મા બિલકુલ ડીઆરએસ લેવાના મૂડમાં નહોતા, પરંતુ જ્યારે વિરાટે તેમને કહે છે તો રોહિત વિચાર્યા વગર રિવ્યુ લેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રોસ્ટન ચેઝ 8મી ઓવરમાં રવિ બિશ્નોઈના પાંચમા બોલ પર બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે બોલ પેડ અને બેટથી પસાર થઈને રિષભ પંતના હાથમાં પાછળ જાય છે. બોલર સહિત તમામ ખેલાડીઓ અપીલ કરે છે, પરંતુ અમ્પાયર કોઈના પર ધ્યાન આપ્યા વગર અપીલને સંપૂર્ણ રીતે નકારી દે છે. ત્યારબાદ વિરાટ રોહિત પાસે આવે છે અને કહે છે, બેટ અને પેડ બંને અડ્યું છે. 'બે અવાજો આવ્યા, હું બોલું છું, ના લે'


રિવ્યૂ થયા બર્બાદ
વિરાટ કોહલીના કહેવા પર રોહિત શર્મા રિવ્યુ લે છે. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે બોલ રોસ્ટન ચેઝના બેટને લાગ્યો નથી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવે છે. જો કે, રોસ્ટન ચેઝ જીવનદાન મળ્યા બાદ કંઈ વધારે કરી શક્યો નહોતો અને માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.


ભારતને મળ્યો 158 રનનો ટાર્ગેટ
વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 61 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વિન્ડીઝના બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી ન હતી. રવિ બિશ્નોઈએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝ ટીમના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. તેણે ચાર ઓવરના ક્વોટામાં 17 રન આપ્યા. આ સાથે જ હર્ષલ પટેલે પણ બે વિકેટ ઝડપી હતી.