IND vs WI : ભારતનો 107 રને વિજય, રોહિત-રાહુલની સદી બાદ કુલદીપની હેટ્રીક
ભારતીય ટીમના 387 રનના વિશાળ સ્કોરમાં રન મશીન રોહિત શર્મા(159) અને કે.એલ. રાહુલની(102) સદીનું મહત્વનું યોગદાન રહ્યું. બેટિંગમાં ધમાકો કર્યા પછી કુલદીપ યાદવે બોલિંગમાં ધમાકો બોલાવ્યો હતો. તેણે હેટ્રીક લઈને વેસ્ટ ઈન્ડીઝની કમર ભાગી નાખી હતી.
નવી દિલ્હીઃ યજમાન ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં વન ડે મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની શરૂઆત રોહિત શર્મા અને કે.એલ. રાહુલે ધમાકેદાર કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 227 રનની ભાગીદારી થઈ. ભારતે વેસ્ટ ઈન્ડીઝને 388 રનનું વિશાળ લક્ષ્ય આપ્યું છે. ભારતના 388 રનના લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડીઝની ટીમ 43.3 ઓવરમાં 280 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતનો 107 રને વિજય થયો હતો. આ સાથે જ ત્રણ વન ડેની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. એક સમયે વેસ્ટ ઈન્ડીઝના શાઈ હોપ અને નિકોલસ પૂરને ટીમના વિજયની આશા જગાડી દીધી હતી, પરંતુ ભારતીય બોલરો સામે તેઓ વધુ ટકી શક્યા નહીં.
વેસ્ટ ઈન્ડીઝ ઈનિંગ્સ
વેસ્ટ ઈન્ડીઝના ઓપનર એવીન લુઈસ અને શાઈ હોપે સારી શરૂઆત કરી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી બનાવી હતી. ઓપનર લુઈસ 30 રન બનાવીને ઠાકુરનો શિકાર બન્યો હતો.
બીજા ક્રમે રમવા આવેલો અને પ્રથમ વન ડેમાં સદી ફટકારીને ટીમને વિજય અપાવનારો હેટમાયર બીજી વન ડેમાં નિષ્ફળ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાની બોલિગમાં શ્રેયસ ઐયરે તેને રન આઉટ કરી દીધો હતો. હેટમાયર માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.
ત્રીજા ક્રમે રમવા આવેલો રોસ્ટન ચેઝ પણ જાડેજાનો શિકાર બન્યો હતો. તે પણ માત્ર 4 રન બનાવી શક્યો હતો. આ રીતે માત્ર 15 રનમાં ત્રણ વિકેટ પડી જતાં વેસ્ટ ઈન્ડીઝ દબાણમાં આવી ગયું છે. વેસ્ટ ઈન્ડીઝનો સ્કોરઃ 111/3 (22 ઓવર)
ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા છે.
શાઈ હોપ અને નિકોલસ પુરનની ભાગીદારી મજબુત થઈ. શાઈ હોપ સદીની નજીક, 72 બોલમાં બનાવ્યા છે 70 રન. વેસ્ટ ઈન્ડીઝ સ્કોરઃ 26 ઓવરમાં 3 વિકેટે 161 રન.
નિકોલસ પુરન 47 બોલમાં 75 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમીને આઉટ થઈ જતાં વિન્ડીઝની વિજયની આશાઓ ધૂંધળી બની છે. જોકે ઓપનર શાઈ હોપ હજુ પણ મેદાનમાં હોવાથી થોડી આશા જીવંત છે.
ભારતને 29મી ઓવરમાં બે સફળતા મળી હતી. વીન્ડીઝના બે ખેલાડી એકસાથે આઉટ થઈ જતાં વીન્ડીઝ દબાણમાં આવી ગયું છે. શમીએ નિકોલસ પુરનને આઉટ કરીને ભારતના વિજયની આશાઓ ઉજળી બનાવી છે. ત્યાર પછી રમવા આવેલા કિરન પોલાર્ડને પણ શમીએ બીજા જ બોલે બોલ્ડ કરી દીધો હતો. વિન્ડીઝ સ્કોરઃ 196/5 (31 ઓવર)
નિકોલસ પુરનના આઉટ થયા પછી શાઈ હોપ પણ કુલદીપનો શિકાર બન્યો. 85 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 78 રન બનાવનાર શાઈ હોપ કોહલીના હાથમાં કેચ આઉટ થયો. શાઈ હોપના આઉટ થવાની સાથે જ વેસ્ટ ઈન્ડીઝના વિજયની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. કુલદીપે શાઈ હોપને આઉટ કર્યા પછી રમવા આવેલા જેસન હોલ્ડરને પણ બીજા બોલે આઉટ કરીને વેસ્ટ ઈન્ડીઝની કમર ભાગી નાખી હતી. તેના પછી રમવા આવેલા અલઝારી જોસેફને આઉટ કરીને કુલદીપે હેટ્રીક પુરી કરી હતી.
હેટ્રીક લેવાની સાથે જ આંતરરાષ્ટ્રી વન ડેમાં બે હેટ્રીક લેનારો કુલદીપ યાદવ ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.
વન ડેમાં હેટ્રીક લેનારા ભારતીય બોલર
ચેનત શર્મા વિ. ન્યૂઝીલેન્ડ, નાગપુર-1987
કપિલ દેવ વિ. શ્રીલંકા, કોલકાતા-1991
કુલદીપ યાદવ વિ. ઓસ્ટ્રેલિયા, કોલકાતા-2017
મોહમ્મદ શમી વિ. અફઘાનિસ્તાન, સાઉધમ્પ્ટન-2019
કુલદીપ યાદવ વિ. વેસ્ટ ઈન્ડીઝ, 2019
કીમો પોલ 22 અને ખેરી પિયરે 19 રન સાથે રમતમાં છે. વેસ્ટ ઈન્ડીઝનો સ્કોરઃ 251/8 (39 ઓવર)
ખેરી પિયરે 21 રન બનાવી જાડેજાના બોલ પર કોહલીના હાથે કેચ આઉટ થયો. કિમો પોલે ભારતીય બોલરોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે 46ના સ્કોર પર શમીના હાથે બોલ્ડ થઈ ગયો હતો.
વેસ્ટ ઈન્ડીઝના કાંગરા ખેરવવામાં કુલદીપ યાદવ અને મોહંમદ શમીએ મહત્વનું યોગદાન આપ્યું હતું. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી હતી.
ભારત ઈનિંગ્સ
શ્રેયસ ઐય્યર 32 બોલમાં 53 રન બનાવીને આઉટ. શ્રેયસે પણ 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ભારતનો સ્કોર 5 વિકેટે 373 રન.
ચોથા ક્રમે રમવા આવેલા ઋષભ પંતે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 16 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સુપરફાસ્ટ 39 રન બનાવ્યા હતા. ઋષભ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટ પર 365 સુધી પહોંચાડી દીધો હતો.
ટીમ ઈન્ડિયાના 250 રન પુરા કર્યા પછી રોહિતે 42મી ઓવરમાં પોતાના 150 રન પુરા કર્યા હતા. જોકે, 44મી ઓવરમાં તે શેલ્ડન કાટ્રેલના બોલ પર વિકેટની પાછળ શાઈ હોપના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. રોહિતે 159 રન બનાવ્યા હતા.
તેના પહેલા કે.એ. રાહુલ 104 બોલમાં 102 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલના આઉટ થયા પછી વિરાટ કોહલી રમવા આવ્યો પરંતુ તે શૂન્ય રને આઉટ થઈ જતાં પ્રશંસકોને આઘાત લાગ્યો હતો.
ICCની બે ટીમમાં પસંદ થઈ સ્મૃતિ મંધાનાઃ 'વન ડે ટીમ ઓફ ધ યર'માં 4 ભારતીય
ભારતીય ટીમઃ
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર.
વેસ્ટ ઈન્ડીઝ ટીમઃ
કીરોન પોલાર્ડ(કેપ્ટન), એવિન લુઈસ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કીમો પોલ, રોસ્ટ ચેઝ, અલ્ઝારી જોસેફ, શેલ્ડન કાટ્રેલ, ખેરી પિયરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....