IND vs WI: ફ્રીમાં આ ચેનલ પર જોઈ શકશો ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ, જાણો વિગત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આગામી સિરીઝની દરેક મેચ તમે ફ્રીમાં જોઈ શકશો. આ દરમિયાન બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મુકાબલા રમાશે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. આ મેચો માટે ટીમ ઈન્ડિયા આ સમયે વેસ્ટ ઈન્ડિઝમાં છે. આ પ્રવાસ માટે ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ સિરીઝની દરેક મેચ તમે ટીવી પર ફ્રી જોઈ શકશો. 12 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલનારી આ સિરીઝની દરેક મેચ તમને ટીવી પર ફ્રીમાં દેખાડવામાં આવશે. આજે અમે તમને આ સિરીઝની લાઇવ સ્ટ્રીમિંગ વિશે માહિતી આપીશું.
આ ચેનલ પર ફ્રીમાં જોઈ શકશો મેચ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝનું પ્રસારણ દૂરદર્શન (ડીડી) ભારત પર કરવામાં આવશે. ડીડી દર્શકોને પોતાની ભાષામાં મેચ જોવાનો વિકલ્પ હશે- ટી20 અને વનડે સિરીઝનું પ્રસારણ હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગૂ, બાંગ્લા અને કન્નડમાં ડીજી સ્પોર્ટ્સની સાથે-સાથે નેટવર્કની પ્રાદેશિક ચેનલો ડીડી પોધિગઈ, ડીડી સપ્તગિરી, ડીડી યાદગિરી, ડીડી બાંગ્લા અને ડીડી ચાંદના પર કરવામાં આવશે. ટેસ્ટ મેચનું પ્રસારમ ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. ડીડી સ્પોર્ટ્સ પર પ્રાથમિક પ્રસારણમાં હિન્દી અને અંગ્રેજીનું સંયોજન હશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હાર બાદ પ્રથમવાર ટીમ ઈન્ડિયા એક્શનમાં જોવા મળશે. ટીમ ટેસ્ટ મેચની સિરીઝ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સાયકલની શરૂઆત કરશે. ટેસ્ટ ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. જ્યારે પુજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈ જલદી ટી20 ટીમની પણ જાહેરાત કરશે.
આ પણ વાંચોઃ પિતા IAS, પુત્રએ સ્વિમિંગમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો : ગુજરાત માટે 2 ગોલ્ડ જીત્યા
વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), કે.એસ. ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ. મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને નવદીપ સૈની.
ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube