IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં શેર ટીમ ઈન્ડિયા, જીતી ચૂકી છે સતત 6 વન-ડે સિરીઝ
ટીમ ઈન્ડિયાનો પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે સિરીઝમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. યજમાન ભારતીય ટીમ છેલ્લાં 16 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં કોઈપણ વન-ડે સિરીઝ હારી નથી.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરેલુ વન-ડે અને તેના પછી ટી-20ની સિરીઝ રમવાની છે. તેના માટે બંને દેશના બોર્ડે પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ સાઉથ આફ્રિકા સામે તેના ઘરમાં જ વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં હવે ભારતીય ટીમને વિન્ડીઝ સામે વન-ડે સિરીઝ જીતીને ફેન્સને ખુશખબરી આપવાની તક છે. ટીમ ઈન્ડિયાનો પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે સિરીઝમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. યજમાન ભારતીય ટીમ છેલ્લાં 16 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં કોઈપણ વન-ડે સિરીઝ હારી નથી. એવામાં હવે તેની પાસે આ અજેય રેકોર્ડ જાળવી રાખવાની તક છે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ છેલ્લીવાર 2002માં ભારતમાં જીત્યું:
ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના ઘરમાં છેલ્લી 6 વન-ડે સિરીઝમાં સતત જીત મેળવી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયા સાતમી વાર સિરીઝ જીતવા માગે છે. છેલ્લી વાર વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને તેમના ઘરમાં નવેમ્બર 2002માં હરાવ્યું હતું. ત્યારે ટીમ ઈન્ડિયાએ 7 વન-ડેની સિરીઝમાં 4-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. તેના પછી અત્યાર સુધી ભારતીય ટીમે પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈ સિરીઝમાં હાર મેળવી નથી.
Petrol ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર
બંને ટીમની વચ્ચે ભારતમાં રમાયેલી વન-ડે સિરીઝ: 11
ટીમ ઈન્ડિયાની 7 સિરીઝમાં જીત
વેસ્ટ ઈન્ડિઝની 4 સિરીઝમાં જીત
છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવ્યું:
બંને ટીમ છેલ્લીવાર ભારતીય જમીન પર ડિસેમ્બર 2019માં આમને-સામને આવી હતી. ત્યારે બંને ટીમની વચ્ચે 3 વન-ડેની સિરીઝ રમાઈ હતી. તેમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ભારતમાં પહેલીવાર ઓક્ટોબર 1983માં વન-ડે સિરીઝ રમી હતી. ત્યારે તેણે 5 મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કર્યું હતું. આ વન-ડે સિરીઝ વર્લ્ડ કપ પછી રમાઈ હતી. ત્યારે 1983થી વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને જ ટાઈટલ જીત્યું હતું.
બંને ટીમની વચ્ચે કુલ વન-ડે સિરીઝ: 21
ટીમ ઈન્ડિયા 13 સિરીઝ જીત
વેસ્ટ ઈન્ડિઝ 8 સિરીઝ જીત
હાલની વન-ડે સિરીઝનો શિડ્યૂલ:
ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન-ડે અને તેના પછી ત્રણ ટી-20ની સિરીઝ રમવાની છે. વન-ડે સિરીઝની બધી મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં 6,9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે. તેના પછી બંને ટીમ ત્રણ ટી-20ની સિરીઝ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 16,18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube