હરારેઃ સંજૂ સેમસનની દમદાર અડધી સદી બાદ બોલરોના કમાલથી ભારતે પાંચ ટી20 મેચની સિરીઝના અંતિમ મુકાબલામાં ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહીં, પરંતુ સેમસનની શાનદાર ઈનિંગની મદદથી ભારતે ટ20 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બોલરેએ ઝિમ્બાબ્વેને માત્ર 125 રન પર રોકી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત માટે સંજૂ સેમસને સૌથી વધુ 45 બોલમાં 58 રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગમાં સંજૂએ 4 સિક્સ અને એક ચોગ્ગો લગાવ્યો હતો. સંજૂ સિવાય ભારતીય બેટિંગમાં શિવમ દુબેએ 12 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 26 રન ફટકારી દીધા હતા. તો રિયાન પરાગે 22 રન, અભિષેક શર્માએ 14, શુભમન ગિલ 13 અને યશસ્વીનું 12 રનનું યોગદાન રહ્યું હતું. આ સિવાય રિંકૂ સિંહ 11 રન બનાવી અણનમ રહ્યો હતો. 


આ પણ વાંચોઃ અય્યર અને કેએલ રાહુલની થશે વાપસી? શ્રીલંકા સામે વનડે સિરીઝમાં આવી હોઈ શકે છે ટીમ


બોલિંગમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો
ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ મુકાબલામાં 168 રનના લક્ષ્યનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય શિવમ દુબેને બે સફળતા મળી હતી. જ્યારે વોશિંગટન સુંદર, તુષાર દેશપાંડે અને અભિષેક શર્માના ખાતામાં એક-એક વિકેટ આવી હતી.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ઝિમ્બાબ્વેની શરૂઆત ભારત વિરુદ્ધ ખાસ રહી નહીં. ઝિમ્બાબ્વેએ એક રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમને 15 રને બીજો ઝટકો લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વેના બેટરોએ જરૂર ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ ટીમ 125 રન પર પહોંચી ઢેર થઈ ગઈ હતી.