IND vs SA: સ્મૃતિ મંધાના અને શૈફાલી વર્માએ ધમાકેદાર ઇનિંગ, દક્ષિણ આફ્રીકાના બોલરોની કરી ધોલાઇ
ભારત મહિલા અને દક્ષિણ આફ્રીકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રવિવારે આઇસીસી મહિલા વર્લ્ડકપની અંતિમ લીગનો મુકાબલો રમાઇ રહ્યો છે. ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરોની સ્થિતિ જેવી છે. દક્ષિણ આફ્રીકાને માત આપ્યા બાદ મિતાલી બ્રિગેડૅ પાસે સીમીફાઇનલમાં પહોંચવાની તક છે. આ મહત્વપૂર્ણ મુકાબલો ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ક્રાઇસ્ટચર્ચ: ભારત મહિલા અને દક્ષિણ આફ્રીકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રવિવારે આઇસીસી મહિલા વર્લ્ડકપની અંતિમ લીગનો મુકાબલો રમાઇ રહ્યો છે. ભારતીય ટીમ માટે આ મેચ કરો યા મરોની સ્થિતિ જેવી છે. દક્ષિણ આફ્રીકાને માત આપ્યા બાદ મિતાલી બ્રિગેડૅ પાસે સીમીફાઇનલમાં પહોંચવાની તક છે. આ મહત્વપૂર્ણ મુકાબલો ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઇસીસી મહિલા વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલા આ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રીકાને 275 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવા માટે આ મેચને દરેક સ્થિતિમાં જીતવી પડશે. જેની જવાબદારી બોલરો પર રહેશે.
ભારતીય ઓપનર્સ સ્મૃતિ મંઘાના અને શૈફાલી વર્માએ શાનદાર શરૂઆત કરીને પોતાના કેપ્ટનના નિર્ણયને યોગ્ય સાબિત પણ કર્યો. મંધાના અને વર્માએ દક્ષિણ આફ્રીકાના બોલરોની જોરદાર ધોલાઇ કરી અને 91 રનની ભાગીદારી કરી. આ જોડીએ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વનડેમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારોનો રેકોર્ડ બનાવ્યો. બંનેએ 2017 માં દીપ્તી શર્મા અને પૂનમ રાઉતની 83 રનની ભાગીદારી રેકોર્ડ તોડ્યો છે.
Alto કરતાં પણ સસ્તી છે આ ઇલેક્ટ્રિક કાર, વિંટેજ લુક આપશે મહારાજ જેવી ફિલિંગ્સ
વર્લ્ડકપની પ્રથમ ફિફ્ટી
યુવા શૈફાલી વર્માએ આક્રમક વલણ અપનાવતાં ફક્ત 46 બોલમાં 53 રન બનાવ્યા. વર્મા દુર્ભાગ્યશાળી રહી અને લુસ તથા ચેટ્ટીના સંયુક્ત પ્રયત્ન પર રનઆઉટ થઇ ગઇ. શૈફાલી વર્માએ પોતાની ઇનિંગ દરમિયાન 8 વાર બોલને સીમા પાર મોકલી. શૈફાલી વર્માનો મહિલા વર્લ્ડકપમાં પ્રથમ ફીફ્ટી રહી. દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ વર્માએ પોતાની ફિફ્ટી ફટકારી. ન્યૂઝીલેંડમાં તેમની બીજી ફીફ્ટી રહી. વર્મા પોતાના વનડે કેરિયરમાં પહેલીવાર રનઆઉટ થઇ.
મંઘાનાની ક્લાસ ઇનિંગ
સ્મૃતિ મંધાનાએ વિકેટ સંભાળતા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. શૈફાલી વર્મા અને યસ્તિકા ભાટિયા (2) જલદી આઉટ થયા બાદ મંધાનાએ કેપ્ટન મિતાલી રાજ (68) સાથે ત્રીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી. મંધાનાએ આ દરમિયાન પોતાના કેરિયરની 22મી વનડે ફિફ્ટી પુરી કરી. ડાબોડી બેટ્સમેન 84 બોલમાં 6 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 71 રન બનાવ્યા. ભારતીય ટીમે આ બંને બેટ્સમેનની શાનદાર ઇનિંગના લીધે મોટા સ્કોરની આશા જગાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube