નવી દિલ્હીઃ યુવા બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill)ની બેવડી સદી અને હનુમા વિહારીની સદી બાદ પણ ઈન્ડિયા એ ( India A) વેસ્ટ ઈન્ડિઝ-એ વિરુદ્ધ ત્રીજી અનઓફિશિયલ ટેસ્ટને જીતવામાં નિષ્ફળ રહી. ત્રીજી ટેસ્ટ ડ્રો રમીને ઈન્ડિયા-એએ વેસ્ટ ઈન્ડિઝ-એ વિરુદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે 374 રનનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝ એ ટીમ ચોથા દિવસની રમત પૂરી થયા સુધી 6 વિકેટ ગુમાવીને 314 રન બનાવી શકી હતી. આ પહેલા ઈન્ડિયા-એ પ્રથમ બંન્ને ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયાની બીજી ઈનિંગમાં શુભમન ગિલની બેવડી સદી (204) અને હનુમા વિહારીની સદી (118)ની મદદથી ઈન્ડિયા એએ 365 રન બનાવ્યા જેથી વેસ્ટ ઈન્ડિઝ એને જીતવા માટે 373 રનનો લક્ષ્ય મળ્યો હતો. સિરીઝના રેકોર્ડને જોતા વેસ્ટ ઈન્ડિઝ-એ માટે આ લક્ષ્ય મુશ્કેલ હતો. અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝ-એએ વિના વિકેટના નુકસાન પર 37 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સોલોજાનો અને હોજે 68 રનની ભાગીદારી કરી જેને નદીમે તોડી હતી. નદીમે હોજને વિહારીના હાથે કેચ કરાવ્યો હતો. હોજ 25 રન બનાવી આઉટ થયો હતો. 


ત્યારબાદ બ્રેન્ડન કિંગ્સે ઝડપથી 77 રન બનાવ્યા અને ઈન્ડિયા-એને મુશ્કેલીમાં લાવી દીધું હતું. પરંતુ નદીમે કિંગ્સને બોલ્ડ કર્યો અને કિંગ્સ અને સોલોજાનોની 99 રનની ભાગીદારીને તોડી હતી. ત્યારબાદ અંબરીસ (69) રન બનાવ્યા અને સોલોજાનોની સાથે મળીને ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 227 કરી દીધો હતો. આ સમયે સોલોજાનોને વિહારીએ પોતાની સદી પૂરી કરવાની તક ન આપી. ત્યારબાદ નદીમે બ્લેકવુડ અને કેપ્ટન હેમિલ્ટનને ઝડપથી આઉટ કર્યો અને મેચ પૂરી થવા સુધી સુનીલ અંબરીસને પણ આઉટ કરી દીધો હતો. 


નદીમે બીજી ઈનિંગમાં ઝડપી પાંચ વિકેટ
નદીમે આ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગમાં છ વિકેટ ઝડપનાર કૃષ્ણપા ગૌતમને બીજી ઈનિંગમાં એકપણ સફળતા ન મળી. શુભમન ગિલે બેવડી સદી ફટકારીને બધાને પ્રભાવિત કર્યા હતા. આ પહેલા ઈન્ડિયા-એ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી વનડે સિરીઝ ઈન્ડિયા-એએ 4-1થી જીતી હતી.