બેંગલુરૂઃ મોહમ્મદ સિરાજની આગેવાનીમાં બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઈન્ડિયા-એ ટીમે અહીં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ચાર દિવસીય બિનસત્તાવાર ટેસ્ટ મેચના અંતિમ દિવસે મંગળવારે દક્ષિણ આફ્રિકા-એને ઈનિંગ અને 30 રનથી હરાવ્યું. સિરાજે આ મેચની બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકા-એ પોતાની પ્રથમ ઈનિંગમાં 246 રન બનાવ્યા હતા. ઈન્ડિયા-એ ટીમે પ્રથમ દાવસમાં મયંક અગ્રવાલ (220) અને પૃથ્વી શો (136)ની શાનદાર ઈનિંગના દમ પર પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટના નુકસાન પર 584 રન પર ડિકલેર કરી અને ઈન્ડિયા-એને 338 રનની લીડ મળી હતી. ત્યારબાદ બોલરોએ મહેમાન ટીમને અંતિમ દિવસે 308 રન પર ઓલઆઉટ કરીને મેચ પોતાના નામે કર્યો. 


દક્ષિણ આફ્રિકા-એ માટે વિકેટકીપર બેટ્સમેન રૂડી સેકેન્ડે સૌથી વધુ 94 રન બનાવ્યા. જુબેર હમજાએ 63 અને શોન વાન બોર્જે 50 રન ફટકાર્યા. મહેમાન ટીમે દિવસની શરૂઆત 4 વિકેટના નુકસાન પર 99 રનથી કરી હતી. હમજા પોતાની અર્ધસદી પૂરી કર્યા બાદ રજનીશ ગુરબાનીનો શિકાર થઈ ગયો. તેની વિકેટ 121ના કુલ સ્કોર પર પડી. અહીંથી રૂડી અને શોને છઠ્ઠી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં બનાવી રાખી. 


ગુરબાનીએ 240ના કુલ સ્કોર પર શોનને આઉટ કરીને ભાગીદારી તોડી. ડેન પેઇડેટ સાત રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયો. રૂડીની વિકેટ 286ના કુલ સ્કોર પર પડી. તેને ચહલે પોતાનો શિકાર બનાવ્યો. રૂડીએ 214 બોલના સામનો કરતા 15 બાઉન્ટ્રી ફટકારી. સિરાજે ડુઆને ઓલિવરને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરતા ભારત-એને વિજય અપાવ્યો હતો.