અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના  પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) એ મહેમાન ટીમને ચારે ખાને ચીત્ત કરી નાખી. જો રૂટ (Joe Root) ની ટીમ પોાતના ટેસ્ટ ઈતિહાસના ચોથા સૌથી ન્યૂનતમ સ્કોર પર ઓલ આઉટ થઈ. 112 રન પર આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમને એવો આકરો ઝટકો લાગ્યો. જે મેદાન પર પછી તો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મેદાન પર જોવા મળ્યું કે ઈંગ્લિશ ખેલાડીઓએ જાણે સરન્ડર કરી નાખ્યું. પછી તો મુકાબલામાં કઈક એવું જોવા મળ્યું કે જોઈને બધા દંગ રહી ગયા. આ મેચ અમદાવાદના Narendra Modi Stadium પર રમાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બેન સ્ટોક્સે બેઈમાની કરવાની કોશિશ કરી? 
ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રન પર સમેટાઈ ગયા બાદ ટીમ ઈન્ડિયાએ રમત શરૂ કરી. ભારતીય ટીમની હજુ તો શરૂઆત જ થઈ હતી કે ઈંગ્લેન્ડની ટીમ તરફથી કઈક એવું થયું કે  દર્શકો જોતા જ રહી ગયા. 


વાત જાણે એમ છે કે ભારતની ઈનિંગની બીજી ઓવરમાં શુભમન ગિલના બેટથી વાગેલો બોલ બેન સ્ટોક્સ (Ben Stokes) પાસે ગયો , જે બીજી સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સે બોલ પકડ્યો અને પછી આખી ટીમે અપીલ કરી. ત્યારબાદ એમ્પાયરે સોફ્ટ ડિસિઝન આઉટ આપ્યો અને થર્ડ એમ્પાયર પાસે ચેક કરાવ્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube