ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લેદેશની ટીમ ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 227 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. જેના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે વિના વિકેટે 19 રન બનાવી લીધા છે. શુભમન ગિલ (14) અને કેએલ રાહુલ (3) રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ માટે મોમિનુલ હકે સર્વાધિક 84 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લા સત્રમાં પાંચ વિકેટ ઝડપી હતી. ભારત માટે ઉમેશ યાદવ અને આર અશ્વિને ચાર-ચાર વિકેટ લીધી હતી. જ્યારે 12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા જયદેવ ઉનડકટને બે સફળતા મળી હતી. 


દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડિસેમ્બર 2010માં સેન્ચુરિયનમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઉનડકટે બે મેચોની વચ્ચે 118 મેચમાં બહાર રહેવાનો નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો હતો. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે બાંગ્લાદેશના બેટરો માટે મુશ્કેલી ઉભી કરી અને પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર ઝાકિર હસન (15) ની વિકેટ ઝડપી હતી. તેણે બીજા સત્રમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કરી મુશફિકુર રહીમ (26) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 


આ પણ વાંચોઃ IPL Auction 2023: 87 સ્લોટ માટે 405 દાવેદાર, જાણો આઈપીએલ ઓક્શનની 10 મોટી વાતો


સવારના સત્રમાં નઝમુલ હુસૈન શાન્ટો (24) ને આઉટ કરનાર અશ્વિને લંચ બાદ લિટન દાસ (25) ને આઉટ કર્યો હતો. પરંતુ મોમિનુલે એક છેડો સાચવી રાખ્યો અને તે 12 ચોગ્ગા અને એક સિક્સ સાથે 84 રન બનાવી આઉટ થયો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની 16મી અડધી સદી હતી. લંચ બાદ બાંગ્લાદેશને પ્રથમ ઓવરમાં શાકિબના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ઉમેશ યાદવે શાકિબ (16) ને આઉટ કર્યો હતો. 


ઉનડકટે રહીમને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. લિટન દાસે આક્રમક અંદાજમાં બેટિંગ કરી અને બે ફોર તથા એક સિક્સ ફટકારી હતી. પરંતુ તેને આર અશ્વિને આઉટ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube