નવી દિલ્હી: પર્દાપણ કરી રહેલા પ્રવીણ જાદવ અનુભવી તીરંદાજ અતનુ દાસ અને તરૂણદીપ રાયથી આગળ રહ્યા, જેથી ભારતે શુક્રવારે યુમેનોશિમા પાર્કમાં ઓલમ્પિક રમતોની તીરંદાજી સ્પર્ધામાં પુરૂષ અને મિશ્રિત ટીમ રેકીંગમાં નવમું સ્થાન પ્રાપ્ત થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીરંદાજીમાં દેશનો પ્રથમ ઓલમ્પિક પદક અપાવવાના પ્રયત્નમાં લાગેલા ભારતીયોને આગળ આકરા પડકારનો સામનો કરવો પડશે, જેમાં પુરૂષ અને મિશ્રિત યુગલોની જોડીના ક્વાર્ટર ફાઇનલમાં કોરિયા સાથે ભીડંતની સંભાવના છે. 

Tokyo Olympics 2020: હંગરી માટે ખુશખબરી, પહેલવાન તનુ અને પ્રિયા બની વર્લ્ડ ચેમ્પિયન


ભારતીય મિશ્રિત ટીમ પોતાનું અભિયાન 8મા રેકિંગની ચીની તાઇપે જોડી વિરૂદ્ધ કરશે અને જો તે પહેલાં તબક્કામાં વિઘ્ન પાર કરી લે છે તો અંતિમ આઠમાં તેનો સામનો ટોચના કોરિયા સાથે થશે. 


આ પ્રકારે ભારતીય પુરૂષ ટીમ જો શરૂઆતના તબક્કામાં 8મો રેન્કની કજાખસ્તાનને હરાવી દે છે. તો તે પણ ટોચની કોરિયાનો સામે થઇ શકે છે. જેને ક્વાર્ટર ફાઇનલ માટે બાઇ મળી છે. 

Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરીકોમ અને મનપ્રીતે ભારતીય દળનું કર્યું નેતૃત્વ


વ્યક્તિગત રેન્કિંગમાં તમામ ત્રણેય ભારતીય તીરંદાજ ટોપ 30માંથી બહાર રહ્યા. પરંતુ જાદવ તેમાં દાસ (35મા સ્થાન) થી આગળ 31મા સ્થાન પર રહ્યા. જાદવ અને દાસનો સ્કોર સમાન 329 હતો, પરંતુ મહારાષ્ટ્રના તીરંદાજ અંતિમ છ સેટમાં તેમનાથી આગળ નિકળી ગયા અને તેને 720માંથી 656 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. 


એશિયાઇ રમતોના પૂર્વ રજત પદક વિજેતા રાય પોતાનો ત્રીજો ઓલમ્પિક રમી રહ્યા છે, તે 64 તીરંદાજોમાં 37મા સ્થાને રહ્યા. જાદવના પોઇન્ટ અને મહિલા સ્પર્ધામાં દીપિકાના 663 પોઇન્ટને જોતાં ભારતને મિશ્રિત ટીમ સ્પર્ધામાં નવમો રેન્ક મળ્યો, જેમાં દેશને પદકની આશા છે.

Tokyo Olympics 2020 Opening Ceremony: રમતના રંગમાં રંગાઇ જશે આખી દુનિયા


દીપિકા દિવસની શરૂઆતમાં મહિલા રેન્કિંગ રાઉન્ડમાં નવમા સ્થાન પર રહી હતે. ભારતીયોમાં જાદવના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છતાં ભારત દીપિકા અને દાસના 'પાવર કપલ' (મજબૂત જોડી) ને જ મિશ્રિત યુગલ સ્પર્ધામાં ઉતારશે જે શનિવારે અહીં ઓલમ્પિકમાં પર્દાપણ કરશે. 


વર્લ્ડ તીરંદાજીના અધિકારીએ કહ્યું કે 'આ ટીમનો નિર્ણય છે અને નિર્ણય આજે 45 મિનિટમાં જ કરવાનો હતો. પુરૂષ તિકડી મળીને પ્રદર્શન ટોપ 10 માં પહોંચવા માટે પુરતું ન હતું, કારણ કે તેમણે કુલ 1961 પોઇન્ટ બનાવ્યા, જેથી તે નવા સ્થાન પર રહ્યા. પુરૂષ ટીમ લંડન 2012 બાદ પ્રથમ ઓલમ્પિક રમી રહી છે. પુરૂષ ટીમ 2016 રિયો ઓલમ્પિકમાં ક્વોલિફાઇ કરી શકી ન હતી અને દાસ વ્યક્તિગત વર્ગમાં એકમાત્ર પ્રતિસ્પર્ધી હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube