Asia Cup 2023: એશિયા કપથી આવ્યા મોટા ખબર, ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ્દ
IND-PAK match abandoned: એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.
IND-PAK match abandoned: એશિયા કપ 2023ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટુર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ હેઠળ કરાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંનેએ સ્વીકાર્યું છે. આ ટુર્નામેન્ટની શરૂઆત 31 ઓગસ્ટથી થવાની છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ખબર એશિયા કપ અંગે જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ રદ કરાઈ છે.
IND-PAK મેચ રદ્દ થઈ
હોંગકોંગમાં ચાલી રહેલા વિમેન એમર્જિંગ એશિયા કપથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત-એ અને પાકિસ્તાન-એ વચ્ચે રમાનારી મેચ રદ્દ કરાઈ છે. આ મેચ શનિવારે 17 જૂનના રોજ બપોરે 1.30 વાગે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાઈ શક્યો નહીં અને મેચ રદ્દ કરવી પડી. બીસીસીઆઈ વિમેને પોતે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube