નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી મહિને ન્યૂઝીલેન્ડ-એ સામે રમાનારી ચાર દિવસીય મેચોની સિરીઝ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરી દીધી છે. ગુજરાતના સ્ટાર બેટર પ્રિયાંક પંચાલને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો કુલદીપ યાદવ, ઉમરાન મલિક, પ્રસિદ્ધ કૃષ્ણા અને રાહુલ ચાહર સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં જગ્યા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીમમાં આઈપીએલ 2022મા ધમાકેદાર પ્રદર્શન કરનાર રજત પાટીદાર અને તિલક વર્માને પણ જગ્યા મળી છે. તો રણજી ટ્રોફી 2022મા સૌથી વધુ રન બનાવનાર મુંબઈના સરફરાઝ ખાનને પણ આ ટીમમાં તક મળી છે. 


બીસીસીઆઈએ અખબારી યાદીમાં જણાવ્યું કે અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ આગામી મહિને ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ શરૂ થનાર ચાર દિવસીય મેચો માટે ભારત એ ટીમની પસંદગી કરી છે. ન્યૂઝીલેન્ડ એ ત્રણ ચાર દિવસીય મેચ અને એટલી એક દિવસીય મેચ માટે ભારતનો પ્રવાસ કરશે. રેડ બોલની મેચ બેંગલુરૂ અને હુબલીમાં રમાશે. ચેન્નઈમાં રમાનાર એકદિવસીય મેચ માટે ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ ખરાબ ફોર્મ... આલોચકોને જવાબ, તમામ મુદ્દા પર પ્રથમવાર ખુલીને બોલ્યો વિરાટ કોહલી  


ન્યૂઝીલેન્ડ-એ વિરુદ્ધ ચાર દિવસીય મેચ માટે ભારત-એ ટીમ
પ્રિયાંક પંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, રુતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કેએસ ભરત (વિકેટકીપર), ઉપેન્દ્ર યાદવ, કુલદીપ યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા, ઉમરાન મલિક, મુકેશ કુમાર, યશ દયાલ અને અર્જન નાગવાસવાલા. 


ન્યૂઝીલેન્ડ એ વિરુદ્ધ ભારત એ કાર્યક્રમ
પ્રથમ ચાર દિવસીય મેચ - 1-4 સપ્ટેમ્બર (બેંગલોર)
2જી ચોથા દિવસની મેચ - 8-11 સપ્ટેમ્બર (બેંગલોર)
ત્રીજી ચાર દિવસીય મેચ - 15-18 સપ્ટેમ્બર (બેંગલોર)


આ પણ વાંચોઃ Virat Kohli Fitness: કોહલી જેવુ બોડી બનાવવા ફોલો કરો આ ડાયટ પ્લાન, શરીર બનશે મજબૂત


ભારતના પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડ એ ટીમ
ટોમ બ્રૂસ (કેપ્ટન), રોબી ઓ'ડોનેલ, ચાડ બોેસ, જો કાર્ટર, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, જૈકબ ડફી, મેટ ફિશર, કેમરન ફ્લેચર (વિકી), બેન લિસ્ટર, રચિન રવીન્દ્ર, માઇકલ રિપન, સીન સોલિયા, લોગાન વૈન બીક અને જો વોકર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube