IND vs AFG Playing 11: બુધવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાશે. બંને ટીમો બેંગલોરના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને-સામને હશે. તો આ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરૂ થશે. ભારતીય ટીમ સિરીઝમાં 2-0થી આગળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા ત્રીજી ટી20 મેચ જીતીને વ્હાઈટ વોશ કરવા ઈચ્છશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આશ્વાશન જીત માટે મેદાનમાં ઉતરશે. આ મુકાબલામાં બંને ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? આપણે બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર?
તેમ માનવામાં આવી રહ્યું છે કે અંતિમ ટી20 મુકાબલા માટે ભારતીય ટીમની પ્લેઈંગ 11માં ફેરફાર જોવા મળી શકે છે. ભારતની અંતિમ ઈલેવનમાં આવેશ ખાન અને કુલદીપ યાદવને તક મળી સકે છે. કુલદીપ યાદવને વોશિંગટન સુંદર અને આવેશ ખાનને મુકેશ કુમારની જગ્યાએ મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. આ સિવાય જીતેશ શર્માની જગ્યાએ સંજૂ સેમસનને ગેમ મળી શકે છે.


આ પણ વાંચોઃ રોહિત શર્માએ મારૂ કરિયર..... હિટમેન માટે શિખર ધવને આપ્યું મોટું નિવેદન


ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.


અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube