રાજકોટઃ ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન બરકરાર રાખવાના ઈરાદા સાથે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઉતરશે. ગુરૂવારથી શરૂ થઈ રહેલી શ્રેણીમાં ભારત તે નક્કી કરવા ઈચ્છશે કે એકપણ પોઈન્ટ ન ગુમાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત પોઈન્ટ ટેબલમાં 115 પોઈન્ટની સાથે સર્વોચ્ચ સ્થાન પર છે. જો તે આ શ્રેણી 2-0થી જીતી લે તો તેને એક પોઈન્ટનો ફાયદો થશે, કારણ કે બંન્ને ટીમો વચ્ચે રેટિંગ પોઈન્ટનું મોટું અંતર છે. 


બીજીતરફ ભારત 0-2થી હારનો સામનો કરે તો તેના 108 પોઈન્ટ થઈ જશે અને ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને 2-0થી હરાવી દે તો તે ભારતને પાછડ છોડી દેશે. 


વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ શ્રેણી જીતી લે તો પણ તે પાકિસ્તાન અને શ્રીલંકા સાથે પોતાના પોઈન્ટના અંતરને ઓછુ કરશે પરંતુ આઠમાં સ્થાને યથાવત રહશે. 


બીજીતરફ પાકિસ્તાનની ટીમ રવિવારે યૂએઈમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે અને બંન્ને ટીમોની પાસે પોતાની ટેસ્ટ રેન્કિંગ સુધારવાની તક છે. 


પાકિસ્તાન જો 2-0થી વિજય મેળવે તો તે શ્રીલંકાને પછાડીને છઠ્ઠા સ્થાને પહોંચી જશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 1-0થી જીત મેળવે તો તે દક્ષિણ આફ્રિકાને પછાડીને ભારત બાદ બીજું સ્થાન મેળવી લેશે. 


પાકિસ્તાન જો બંન્ને મેચ જીતે તો તેના 97 પોઈન્ટ થઈ જશે અને દશકની ગણતરી કરવા પર તે શ્રીલંકાને પાછડ છોડી દેશે. ઓસ્ટ્રેલિયાના અત્યારે 106 પોઈન્ટ છે અને તે માત્ર દશકની ગણતરી મુજહ આફ્રિકાથી પાછડ છે અને શ્રેણી જીતવા પર બીજા નંબર પર આવી જશે. ઓસ્ટ્રેલિયાની 1-0ની જીતથી 107, જ્યારે 2-0ની જીતથી 109 પોઈન્ટ થઈ જશે. 


ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ બેટિંગ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન પર પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. તે ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત બેટ્સમેન સ્ટીવ સ્મિથની માત્ર એક પોઈન્ટ આગળ છે.