નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષના સ્ટુઅર્ટ બિન્નીએ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વર્ષ 2016માં રમાયેલી એક ટી-20 મેચમાં 6 બોલ પર 5 છગ્ગાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. 27 ઓગસ્ટ 2016ના રોજ રમાયેલી ટી-20 મેચમાં વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન એવિન લુઈસે સ્ટુઅર્ટ બિન્નીની બોલિંગ ઝૂડી નાખી હતી. જો કે નિવૃત્તિની જાહેરાત કરતા જ સ્ટુઅર્ટ બિન્ની ટ્રોલ થવા લાગ્યો. જાણો શું છે મામલો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચે ખતમ કરી નાખી કરિયર
વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન એવિન લુઈસે સ્ટુઅર્ટ બિન્નીની ઓવરમાં સતત 5 બોલમાં 5 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. જો કે છેલ્લા બોલ પર છગ્ગો મારવાનું ચૂકી ગયો. સ્ટુઅર્ટ બિન્નીએ તે ઓવરમાં 32 રન આપ્યા હતા. જેમાં 5 છગ્ગા ઉપરાંત એક વાઈડ અને એક સિંગલ રન સામેલ હતા. સ્ટુઅરટ્ બિન્ની માટે તે ટી-20 મેચ તેની ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ સાબિત થઈ. ત્યારબાદ હાર્દિક પંડ્યાના આવવાથી તો સ્ટુઅર્ટ બિન્નીનું ટીમ ઈન્ડિયામાંથી હંમેશા માટે પત્તું કપાઈ ગયું. 


બિન્નીના નામે વનડેમાં બેસ્ટ બોલિંગ રેકોર્ડ
સ્ટુઅર્ટ બિન્નીએ ટીમ ઈન્ડિયા માટે ઘણીવાર ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. 17 જૂન 2014ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મીરપુરમાં રમાયેલી વનડે મેચમાં સ્ટુઅર્ટ બિન્નીએ માત્ર ચાર રન આપીને 6 વિકેટ મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી આ વનડેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. 


અનિલ કુંબલે બીજા નંબરે
આ મામલે સ્ટુઅર્ટ બિન્ની બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને લેગ સ્પીનર અનિલ કુંબલે બીજા નંબરે છે. જંબોના નામથી જાણીતા અનિલ કુંબલેએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કોલકાતામાં વર્ષ 1993માં રમાયેલી એક વનડે મેચમાં 12 રન આપીને છ વિકેટ લીધી હતી. 



(રોજર બિન્ની)


સ્ટુઅર્ટ બિન્નીના રેકોર્ડ
1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા રોજર બિન્નીના પુત્ર સ્ટુઅર્ટ બિન્નીએ ભારત માટે 6 ટેસ્ટ, 14 વનડે અને 3 ટી20 મેચ રમી હતી. સ્ટુઅર્ટ બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને 3 વિકેટ, વનડેમાં 230 રન અને 20 વિકેટ, ટી20માં 35 રન અને 1 વિકેટનો રેકોર્ડ છે. બિન્નીએ 95 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 4 હજાર 796 રન  બનાવ્યા અને 148 વિકેટ લીધી. જ્યારે 100 લિસ્ટ એ મેચોમાં 1788 રન બનાવવાની સાથે 99 વિકેટ પણ લીધી. 


સ્ટુઅર્ટ બિન્ની ભારત માટે વર્ષ 2014માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ ડેબ્યૂ અને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 2014માં જ વનડે ડેબ્યૂ કર્યું હતું. આઈપીએલની વાત કરીએ તો તેણે કુલ 95 મેચ રમી છે. જેમા 880 રન કર્યા છે. જ્યારે 22 વિકેટ લીધી છે. વર્ષ 2019માં છેલ્લીવાર આઈપીએલ રમી હતી. 


નિવૃત્તિની જાહેરાત થતા જ ટ્રોલ થવા લાગ્યો સ્ટુઅર્ટ બિન્ની
સોમવારે સવારે જેવી સ્ટુઅર્ટ બિન્નીના રિટાયરમેન્ટની ખબરો આવવા લાગી કે ફેન્સે તેમની મજાક ઉડાવવાની શરૂ કરી દીધી. અનેક યૂઝર્સ મયંતી લેંગરને સ્ટુઅર્ટ બિન્નીની એકમાત્ર અચિવમેન્ટ ગણાવી રહ્યા છે. 



એંકર મયંતી લેંગર સાથે કર્યા છે લગ્ન
અત્રે જણાવવાનું કે સ્ટુઅર્ટ બિન્નીની વાઈફ મયંતી લેંગર પણ ક્રિકેટ એંકર છે અને ઈન્ટરનેશનલ મેચોની સાથે સાથે આઈપીએલ સીઝન પણ હોસ્ટ કરી ચૂકી છે. મયંતીની લોકપ્રિયતા ખુબ વધુ છે.