નવી દિલ્હીઃ ICC cricket world cup 2019 12મો વિશ્વકપ જેમ-જેમ આગળ વધી રહ્યો છે અને રોમાંચકતા આવી રહી છે. ટોપ-4મા કઈ-કઈ ટીમ પહોંચશે તે વિશે હાલ કહેવું થોડુ મુશ્કેલ થઈ શકે છે કારણ કે શ્રીલંકાના હાથે ઈંગ્લેન્ડની હાર બાદ ગમે તે થઈ શકે છે. હવે સત્ય છે કે સેમીફાઇનલની રેસમાં ઘણી ટીમ નજર આવી રહી છે. પરંતુ વિશ્વકપ જીતવાની સૌથી મોટી બે દાવેદાર ભારત અને ઈંગ્લેન્ડને ગણાવવામાં આવી રહી છે અને તેમાં એક નામ શાહિદ આફ્રિદીનું પણ જોડાઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિદીએ પોતાની ભવિષ્યવાણી કરતા કહ્યું કે, આ વખતે ફાઇનલ મુકાબલો ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે. તેણે યૂ-ટયૂબ ચેનલ પર શોએબ અખ્તર સાથે વાત કરતા કહ્યું કે, ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલ રમે તેવું મને લાગી રહ્યું છે. આ બંન્ને ટીમોમાં મારી ફેવરેટ ટીમ ભારત છે કારણ કે તે ટીમે પોતાની રમતના સ્તરને ઘણું ઊંચુ કર્યું છે. ટીમ ઈન્ડિયાના નવા ખેલાડી પણ સારૂ કરી રહ્યાં છે. 


આફ્રિદી પ્રમાણે આ વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ છે. આફ્રિદીએ આ વિશ્વકપમાં પાકિસ્તાનના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, ટીમમાં માત્ર એક જ ખેલાડી છે જે સતત સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તો અન્ય ખેલાડી સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં છે. તેણે કહ્યું કે, હવે પાકિસ્તાનની ટીમે બાકીની ચારેય મેચ જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાકિસ્તાનની ટીમ હવે 23 જૂને આફ્રિકા વિરુદ્ધ રમશે. જો પાકિસ્તાનને આ મેચમાં હાર મળે છે તો તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ જશે.