IND vs ENG: મોટેરામાં કોનો જોવા મળશે દબદબો? કાલથી ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ
india vs englend pink ball test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ખુબ મહત્વની છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમવાર કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.
અમદાવાદઃ પાછલી મેચમાં મોટી જીત છતાં ભારતે મોટેરાની નવી પિચ પર બુધવારથી શરૂ થનારી ડે-નાઇટ ટેસ્ટ (Day Night Test) ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડને સંકટમાં મુકવા માટે ગુલાબી બોલ સાથે જોડાયેલા સવાલોનું યોગ્ય સમાધાન કાઢવુ પડશે.
અમદાવાદ તે ક્રિકેટનું સ્થળ છે જે ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી સિદ્ધિઓનું સાક્ષી રહ્યું છે. સુનીલ ગાવસ્કરે અહીં પર 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા. કપિલ દેવે અહીં 83 રન આપીને નવ વિકેટ ઝડપી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રતદર્શન કર્યુ અને બાદમાં રિચર્ડ હેડલીની સર્વાધિક ટેસ્ટ વિકેટનો તત્કાલીન રેકોર્ડ પણ આ મેદાન પર તોડ્યો હતો.
બુધવારે ઈશાંત શર્મા આ મેચાન પર પોતાની 100મી ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે અને કપિલ દેવ બાદ તે આ સિદ્ધિ હાસિલ કરનાર બીજો ભારતીય ફાસ્ટ બોલર બનશે.
આ પણ વાંચોઃ Pink Ball Test માં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ, જાણો એક ક્લિક પર
સચિન તેંડુલકરે જ્યાં ટેસ્ટ મેચોમાં પોતાની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી ત્યાં પર રવિચંદ્રન અશ્વિન 400 ટેસ્ટ વિકેટ લેવાના ક્લબમાં સામેલ થવાનો પ્રયાસ કરશે, જે માટે તેને છ વિકેટની જરૂર છે.
સરદાર પટેલ સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું અને તે વિશાળ જોવા મળે છે પરંતુ અહીં ઘણા સમય બાદ ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને તેથી વિકાટ કોહલીની ટીમને વધુ ફાયદાની આશા રહેશે નહીં. ભારત ઈચ્છશે કકે પિચથી સ્પિનરોને મદદ મળે જેથી તે 2-1ની લીડ બનાવી શકે પરંતુ પિચનો વ્યવહાર કેવો હશે તે જોવાનું બાકી છે.
સીનિયર બેટ્સમેન રોહિત શર્માએ પિચને લઈને ટીમનું વલણ સ્પષ્ટ કર્યુ હતું. તે એવી પિચ ઈચ્છે છે જેથી અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનરોને મદદ મળે. તેજ રીતે જેમ જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે. પરંતુ કેટલાક એવા સવાલ છે જેનો જવાબ બન્ને ટીમો શોધવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ pakistan: કરાચીમાં સત્યનારાયણ ભગવાનની કથા, પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ શેર કર્યો વીડિયો
બેટ્સમેનો માટે સંધ્યા કાળનું સત્ર કેવુ હશે કારણ કે જેમ્સ એન્ડરસનનું માનવુ છે કે આ દરમિયાન બોલ વધુ સ્વિંગ કરશે. શું એસજી ટેસ્ટ ગુલાબી બોલ પર વધુ ચિકાસ અશ્વિન અને અક્ષરની જોડી માટે વધુ મુશ્કેલ પેદા કરશે. તો મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે એટલે જોવાનું રહેશે કે છેલ્લા સત્રમાં ડ્યૂની શું ભૂમિકા હોય છે. તે સમયે ધીમી ગતિના બોલરો માટે બોલ પર ગ્રિપ બનાવવી સરળ રહેશે નહીં.
ઈંગ્લેન્ડની રોટેશન નીતિને કારણે મોઈન અલી વિદેશ પરત ફરી ગયો છે અને તેવામાં ડોમ બેસને જેક લીચની સાથે સ્પિન વિભાગમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે નક્કી નથી કે એન્ડરસન અને જોફ્રા આર્ચરની સાથે સ્ટુઅર્ટ બ્રોડ કે માર્ક વુડને અંતિમ ઇલેવનમાં જગ્યા મળશે કે નહીં. આ સિવાય પ્રતિભાશાળી બેટ્સમેન જોક ક્રાઉલી કે રોરી બર્ન્સનું સ્થાન અંતિમ ઇલેવનમાં રાખી શકાય છે જ્યારે નંબર ત્રણ પર ડેન લોરેન્ટના સ્થાને જોની બેયરસ્ટોની વાપસી થશે.
ટીમો નીચે મુજબ છે:
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
ઇંગ્લેન્ડ: જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેઅર્સો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રwલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબ્લી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube