ભારતે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસ માટે કરી ટીમની જાહેરાત, હાર્દિક બન્યો કેપ્ટન
ભારતીય ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે રમાનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર રોહિત અને કોહલીને આરામ આપવામાં આવ્યો છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે સિરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવ્યો છે. જ્યારે ટી20 સિરીઝમાં હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. કમિટીએ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી વનડે અને ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માને કમાન સોંપી છે. આ વખતે ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. ઉમરાન મલિક અને શાહબાઝ અહમદને તક મળી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તો વિશ્વકપની ટીમમાં સામેલ દિનેશ કાર્તિક અને આર અશ્વિનને ન્યૂઝીલેન્ડ સામે સિરીઝમાં તક આપવામાં આવી નથી.
ન્યૂઝીલેન્ડ સામે ટી20 ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત, શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.
ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝની ટીમ
શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત, શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચાહર, કુલદીપ સેન અને ઉમરાન મલિક.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube