Team India Squad: ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ જાહેર, વિરાટ-રોહિતને આરામ, અશ્વિનની વાપસી
Team India Squad: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ વનડે મેચની ટીમ જાહેર કરી દીધી છે. પ્રથમ બે વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ત્રીજી વનડેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની વાપસી થશે.
પ્રથમ બે વનડે માટે ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, આર અશ્વિન, વોશિંગટન સુંદર.
ત્રીજી વનડે માટે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગટન સુંદર.
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ કાર્યક્રમ
પ્રથમ વનડે- 22 સપ્ટેમ્બર, મોહાલી
બીજી વનડે- 24 સપ્ટેમ્બર, ઈન્દોર
ત્રીજી વનડે- 27 સપ્ટેમ્બર, રાજકોટ
ભારત સામે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), શોન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોયનિસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube