IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે આપી માત, રોહિતે રમી કેપ્ટન ઇનિંગ
Ind Vs Aus 2nd t20 : ભારતે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે માત આપી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટીંગ કરતાં 8 ઓવરમાં 91 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 4 બોલ બાકી હતા અને આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.
Ind Vs Aus 2nd t20 : ભારતે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે માત આપી છે. ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટીંગ કરતાં 8 ઓવરમાં 91 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 4 બોલ બાકી હતા અને આ મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 46 રન બનાવ્યા હતા.
91 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી. કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતની ઓવરોમાં સિક્સર ફટકારી ટીમને શાનદાર શરૂઆત આપી. ભારતની પ્રથમ વિકેટ કેએલ રાહુલના રૂપમાં ત્રીજી ઓવરમાં પડી ગઇ હતી. રાહુલે 6 ઓવરમાં 10 રન બનાવીને આઉટ થઇ ગય હતા. વિરાટ કોહલી 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા.
ઓસ્ટ્રેલિયાએ નાગપુરના વિદર્ભ ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં પ્રથમ બેટીંગ કરતાં નિર્ધારિત 8 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 90 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મૈથ્યૂ વેડએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. કેપ્ટન આરોન ફિંચે 31 રન બનાવ્યા હતા. ભારત માટે અક્ષર પટેલે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયાની તોડી કમર
જોકે ગ્રીન 5 રન બનાવીને પરત પેવેલિયન પહોંચી ગયા હતા. બેટ્સમેન અક્ષર પટેલ અને વિરાટ કોહલીને રન આઉટ કર્યા હતા. ત્યારબાદ ગ્લેન મૈક્સવેલ ક્રીજ પર આવ્યા, પરંતુ બોલર અક્ષર પટેલે તેમને શૂન્ય પર આઉટ કરી દીધા ત્યારબાદ બેટ્સમેનટિમ ડેવિડે ઇનિંગની કમાન સંભાળી, પરંતુ તે 2 રન બનાવીને અક્ષર પટેલના બોલનો શિકાર થયા. બીજી તરફ ફિંચ પોતાના ફોર્મમાં હતા.
આ પહેલાં ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમને પ્રથમ મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટી20 મેચ નાગપુરના મેદાનમાં રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરીઝમાં 1-1 થી બરાબરી કરવા માંગે છે.
ભીની આઉટ ફીલ્ડના લીધે ટોસમાં મોડું થયું હતું. હવે સાત વાગ્ય પણ ટોસ થઇ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટોસનો સમય સાંજે 6.30 વાગે નિર્ધારિત સમય હતો. વરસાદની આશંકાની લીધે મેચ ધોવાવવાની સંભાવના છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર વરસાદના વિઘ્નના વાદળો છવાયેલા છે. એમ્પાયર 8 વાગે મેદાનનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ નિર્ણય કરશે કે ટોસ થવો જોઇએ કે નહી.
નાગપુર ટી20 મેચ હવે 8-8 ઓવરની હશે. તેમાં 2 ઓવરનો પાવર પ્લે હશે. તો બીજી તરફ એક બોલર મેક્સિમમ 2 ઓવર કરી શકશે. બીજી ટી20નો ટોસ 9:15 વાગે થશે. તો બીજી તરફ 9:30 વાગે મેચ શરૂ થશે.
સીરીઝ બરાબરી કરવા ઉતરશે ટીમ ઇન્ડીયા
નાગપુરમાં યોજાનારી બીજી ટી20 મેચને જીતીને ટીમ ઇન્ડીયા સીરીઝ બરાબરી કરવા માંગશે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ તાબડતોડ 71 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ એકવાર ફરી મોટી ઇનિંગ રમશે એવી આશા છે.
બોલરો પર રહેશે મહત્વપૂર્ણ જવાબદારી
પહેલી ટી20 મેચમાં ભારતીય બોલરોએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ વખતે જો ભારતીય ટીમને જીતનો સ્વાદ ચાખવો છે, તો બોલર્સને દમ બતાવવો પડશે.
સીરીઝમાં પાછળ છે ભારતીય ટીમ
પહેલી ટી20 મેચમાં ટીમ ઇન્ડીયાએ 208 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ બોલરોના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ રમી બધાના દિલ જીતી લીધા હતા. બંને બોલરોએ ફાફ સેંચુરી ફટકરી હતી. પરંતુ ભારતીય બોલર્સે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.