નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વિશ્વકપની 22મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 110 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં પહોંચી ગઈ છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડી દીધુ છે. ભારત માટે આ મેચ કરો યા મરો જેવી હતી. ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ છ મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત મળી તો ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ત્રણ મેચમાં મોટી જીત મેળવી છે એટલે નેટ રનરેટ સારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ટોપ પર છે અને તેણે સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. આફ્રિકાની ટીમ ટેબલમાં બીજા સ્થાને છે, જેના 8 પોઈન્ટ છે. આફ્રિકાની ટીમ પણ લગભગ સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે, એટલે કે હવે સેમીફાઇનલના બે સ્થાન વચ્ચે જંગ થવાનો છે. જુઓ લેટેસ્ટ પોઈન્ટ ટેબલ..


આ રીતે સેમીફાઇનલમાં પહોંચી શકે ભારત
ભારતીય ટીમે હવે પોતાની છેલ્લી લીગ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. ભારત જો પોતાની છેલ્લી મેચ જીતે તો સેમીફાઇનલમાં પહોંચવાનું નક્કી થઈ જશે, જો હારશે તો પણ ભારતની આશા ખતમ થશે નહીં. જો ભારત આફ્રિકા સામે હારો તો તેનો માર્ગ થોળો મુશ્કેલ જરૂર બની શકે છે. વેસ્ટ ઈન્ડિઝે પોતાની અંતિમ લીગ મેચ આફ્રિકા સામે રમવાની છે. જો વેસ્ટ ઈન્ડિઝ હારે તો ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની શક્યતા વધી જશે. 


આ પણ વાંચોઃ શું ફાફ ડુપ્લેસિસ આરસીબીનું સપનું કરશે પૂરુ? જાણો ટીમની તાકાત અને નબળાઈ


ભારતે બાંગ્લાદેશને મોટા અંતરે હરાવ્યું
ભારતે આજે બાંગ્લાદેશ સામે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 229 રન બના્વયા હતા, જેમાં 50 રનની ઈનિંગ યાસ્તિકા ભાટિયાએ રમી હતી. આ ઈનિંગને કારણે યાસ્તિકાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય 42 રન શેફાલી વર્માએ બનાવ્યા અને 30-30 રન સ્મૃતિ મંધાના અને પૂજા વસ્ત્રાકરે બનાવ્યા હતા. સ્નેહ રાણાએ 27 અને ઋચા ઘોષે 26 રનનું યોગદાન આપ્યું હતું. 


તો 230 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી અને માત્ર 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે 32 રન સલમા ખાતૂને બનાવ્યા, તો 24 રન લતા મોન્ડોલે બનાવ્યા હતા. ભારત માટે સ્નેહ રાણાએ 4 વિકેટ લીધી હતી. તો 2-2 સફલતા ઝૂલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરને મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube