ડબલિનઃ India vs Ireland, 1st T20 Highlights : ડબલિનમાં શુક્રવારે ભારતે પ્રથમ ટી20 મેચમાં ડક્વર્થ લુઇસની મદદથી 2 રને પરાજય આપ્યો છે. આયર્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 139 રન બનાવ્યા હતા. ભારતે લક્ષ્યનો પીછો કરતા 6.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 47 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ શરૂ થયો અને મેચ શરૂ થઈ શકી નહીં. ત્યારબાદ ભારતને ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે બે રને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહની શાનદાર વાપસી
ટીમ ઈન્ડિયાની કમાન આ સિરીઝમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સંભાળી રહ્યો છે, જેણે મેદાન પર લાંબા સમય બાદ વાપસી કરી છે. બુમરાહે ઈનિંગની પ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. બુમરાહ મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. ભારતે આ મેચમાં ટોસ જીતી આયર્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આયર્લેન્ડે 20 ઓવરમાં 139 રન બનાવ્યા હતા. 


આશરે એક વર્ષ બાદ મેદાન પર વાપસી કરી રહેલા ભારતીય પેસર બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર બોલિંગ કરતા બે-બે વિકેટ લીધી હતી. આયર્લેન્ડ માટે બૈરી મેકાર્થી (51*) શાનદાર ઈનિંગ રમી હતી. આયર્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટે 139 રન ફટકાર્યા હતા. બુમરાહે 4 ઓવરમાં 24 રન આપી બે વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈને પણ બે-બે સફળતા મળી હતી. જ્યારે અર્શદીપને એક વિકેટ મળી હતી. 


59 રનમાં ગુમાવી છ વિકેટ
કેપ્ટન બુમરાહે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડે 11મી ઓવરમાં 59 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કર્ટિસ કેમ્ફર (39) અને મૈકાર્થીએ સાતમી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી ટીમને થોડી મજબૂતી અપાવી હતી. મૈકાર્થીએ પોતાની પ્રથમ અડધી સદી અર્શદીપની ઓવરના છેલ્લા બોલે સિક્સ ફટકારી પૂરી કરી હતી.