નવી દિલ્હીઃ ભારતીય યુવા ક્રિકેટરોએ ઇમર્જિંગ ટીમ એશિયા કપ (Emerging Team Asia Cup)  માં શાનદાર પ્રદર્શન જાળરી રાખતા ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના સેમિ  ફાઇનલમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે તેનો સામનો યજમાન શ્રીલંકા  સામે થશે, જેણે સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય જૂનિયર ક્રિકેટરોએ પણ સીનિયર ટીમ ઈન્ડિયાની જેમ શાનદાર પ્રદર્શન કરતા ઇમર્જિંગ ટીમ  એશિયા કપમાં દમદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં આ વર્ષે ભારતીય ટીમે સાતમી વખત  એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. ભારતે ઇમર્જિંગ ટીમ એશિયા કપના ફાઇનલમાં પહોંચતા પહેલા ગ્રુપ  મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું. આ પહેલા તેણે ઓમાનને છ વિકેટ અને અફગાનિસ્તાનને 74 રને  હરાવ્યું હતું. 


B'day Special: જાણો ટીમ ઈન્ડિયાના ચાઇનામેન બોલર વિશે રસપ્રદ વાતો 


મયંક માર્કંડેયે ચાર વિકેટ ઝડપી
ભારતે કોલંબોમાં રમાઇ રહેલા ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય  લીધો હતો. ભારતીય ટીમના સ્પિનર મયંક માર્કંડેયની ધારદાર બોલિંગની મદદથી પાકિસ્તાન 45મી  ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. માર્કંડેયે 9.4 ઓવરમાં 38 રન આપીને ચાર વિકેટ  ઝડપી હતી. આ સિવાય અંકિત રાજપૂત અને જયંત યાદવે બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી  કેપ્ટન મોહમ્મદ રિઝવાને 67 અને સાદ શકીલે 62 રન બનાવ્યા હતા. 


પર્થ ટેસ્ટઃ લાઇવ અપડેટ્સ


હિમત અને નિતિશની અડધી સદી
ભારતીય ટીમે પાકિસ્તાને આપેલા 173 રનના લક્ષ્યને માત્ર 3 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો.  ભારત તરફથી નિતિશ રાણાએ 60 અને હિમત સિંહે અણનમ 59 રન બનાવ્યા હતા. રિતુરાજ ગાયકવાડે 20  અને શમ્સ મુલાનીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. બીજી સેમિ ફાઇનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને ચાર  વિકેટે હરાવ્યું હતું.