ગોલ્ડ કોસ્ટઃ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે 21માં રાષ્ટ્રમંડળ ખેલોના ચોથા દિવસે રવિવારે સિંગાપુરને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો. અત્યાર સુધી આ ભારતનો સાતમો ગોલ્ડ મેડલ છે. ઓક્સેનફોર્ડ સ્ટૂડિયોઝમાં રમાયેલી ફાઇનલમાં ભારતે સિંગાપુરને 3-1થી હરાવ્યું. ફાઈનલની પ્રથમ મેચ સિંગલની હતી જેમાં મનિકા બત્રાએ તિયાનવેઇ ફેંગને 11-8, 8-11, 7-11, 11-9, 11-7 હરાવીને ભારતને 1-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગલ મુકાબલામાં ભારતની મધુરિકા પાટકર મેંગયૂ યૂને 13-11, 11-2, 11-6થી હરાવીને ગેમ 1-1થી બરોબર કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ ત્રીજી મેચ જેમાં મૌમા દાસ અને મધુરિકાની જોડીએ યિહાન ઝૂ અને મેંગયૂની જોડીને 11-7, 11-6, 8-11, 11-7 હરાવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. 


તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે 21માં રાષ્ટ્રમંડળ ખેલમાં એકતરફી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમિમાં તેણે 3-0થી ઈંગ્લેન્ડે પરાજય આપ્યો હતો. 


આ બીજી વખત છે જ્યારે મહિલા ટીમ રાષ્ટ્રમંડળ ગેમ્સની ફાઇનલમાં પહોંચી હોય, આ પહેલા 2010માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી. 


આ મેચ બાદ મધુરિકાએ કહ્યું, હું વિચારતી પણ ન હતી કે કેમ રમી રહું છું. અમે 1-0થી આગળ હતા અને ટીમને 2-0ની લીડ અપાવવા ઈચ્છતી હતી. પુરૂષ અને મહિલા ટીમના સમર્થને મને શ્રેષ્ઠ કરવા પ્રોત્સાહિત કરી હતી. 


ટાઇટલની પ્રબળ દાવેદાર સિંગાપુર વિરુદ્ધ રમાનારા ફાઇનલ વિશે પૂછતા તેણે જણાવ્યું, અમારે સિંગાપુર વિરુદ્ધની મેચમાં તમારા સમર્થનની જરૂર છે. તેની ટીમ ખૂબ સારી છે, પરંતુ અમારે અમારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જરૂર છે. રાષ્ટ્રમંડળ ગેમ્સમાં 2002માં ટેબલ ટેનિસને સામેલ કર્યા બાદ સિંગાપુરનો દબદબો રહ્યો છે.