IND vs SA 3rd ODI: ભારતીય ક્રિકેટ ટીમે દિલ્હીમાં રમાયેલી અંતિમ વનડે મુકાબલામાં દક્ષિન આફ્રીકાને સાત વિકેટથી માત આપી છે. આ જીત સાથે જ શિખર ધવનના નેતૃત્વમાં ભારતે દક્ષિણ આફ્રીકી ટીમને વનડે સીરીઝમાં 2-1 થી હરાવી દીધી છે. અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકાના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશનક રહ્યું અને આખી ટીમ ફક્ત 99 રનના સ્કોર પર જ સમેટાઇ ગઇ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે ઘાતક બોલીંગ કરી હતી અને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રીકાએ 26 રન પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને 28મી ઓવરના પહેલાં બોલ પર 99 રનોના સ્કોરમાં સમેટાઇ ગઇ. દક્ષિણ આફ્રીકા માટે હેનરિક ક્લાસેને સૌથી વધુ 34 રનનું યોગદાન આપ્યું હતું. કુલદીપ યાદવે 4.1 ઓવરમાં ફક્ત 18 રન ખર્ચ કરતાં 4 વિકેટ ઝડપી લીધી. વોશિંગટન સુંદર, શાહબાજ અહમદ અને મોહમંદ સિરાઝે પણ બે-બે વિકેટ પોતાના નામે કરી. 

Viral Video: કોલેજમાં બે જુવાનડીઓ વચ્ચે દે ધના ધન... ફેટમ ફેટ, લાફાલાફીનો થયો વરસાદ


સ્કોરનો પીછો કરતાં ભારતે શિખર ધવનની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. જોકે શુભમન ગિલે શાનદાર બેટીંગ કરી અને ફક્ત એક રનથી પોતાની ફિફ્ટી ચૂકી ગયા. ભારતે 19મી ઓવરના પ્રથમ બોલ પર જીત પ્રાપ્ત કરી લીધી. 



લખનઉમાં રમાયેલી સીરીઝના પ્રથમ મુકાબલામાં દક્ષિણ આફ્રીકાએ નવ રનથી જીત પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ રાંચીમાં બીજી વનડેમાં શ્રેયસ ઐય્યર અને ઇશાન કિશને શાનદાર બેટીંગ કરતાં ભારતને જીત અપાવી હતી. દિલ્હીમાં સીરીઝના નિર્ણાયક મુકાબલામાં ભારતીય બેટ્સમેનોનો જલવો જોવા મળ્યો.