નવી દિલ્હીઃ India Women vs Sri Lanka Women: મહિલા એશિયા કપ-2022માં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી છે. પોતાની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌરની ટીમે શ્રીલંકાને 41 રને પરાજય આપ્યો છે. સિલહટમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 150 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 18.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ માટે પહેલા જેમિમા રોડ્રિગ્સે 76 રનની શાનદાર ઈનિંગ રમી અને પછી બોલિંગમાં દયાલન હેમલતા, દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે કમાલ કર્યો હતો. હેમલતાએ ત્રણ વિકેટ ઝડપી હતી. તો દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરને બે-બે વિકેટ મળી હતી. 


ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 23 રન પર બંને ઓપનર આઉટ થઈ ગયા હતા. શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 6 રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ જેમિમા રોડ્રિગ્સે 53 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 76 રન ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 33 રન બનાવ્યા હતા. હેમલતા 13 રન બનાવી નોટઆઉટ રહી હતી. રિચા ઘોષ 9 અને પૂજા વસ્ત્રાકર 1 રન બનાવી આઉટ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube