નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. શ્રીસંતે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી. શ્રીસંતે ભારત માટે પોતાની છેલ્લી મેચ 11 વર્ષ પહેલા રમી હતી. શ્રીસંતે સજા ભોગવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ માટે અનેક કોશિશ કરી, પરંતુ તેમની દરેક કોશિશ અસફળ રહી હતી. શ્રીસંતે લાખો કોશિશ કરી છતાં ના તો આઈપીએલ અથવા તો ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનું સપનું ક્યારેય હકીકત ન બની શક્યું. હવે શ્રીસંતે પોતાના રિટાયરેન્ટ બાદ બોર્ડ પર ઘાતક આરોપ લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીસંતે બોર્ડ પર કર્યો હુમલો
શ્રીસંત હાલ સૌથી વધુ અહેવાલોમાં ચમક્યો છે. હવે આ બોલરે પોતાના જ રાજ્યના ક્રિકેટ બોર્ડ પર ઘાતક આરોપ લગાવ્યો છે. શ્રીસંતે નિવૃત્તિ પછી દાવો કર્યો હતો કે તેણે કેરળ ક્રિકેટ એસોસિએશનને ફેયરવેલ મેચ માટે જણાવ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. શ્રીસંતે ખુલાસો કર્યો કે તેઓ રણજી ટ્રોફી 2021-22માં ગુજરાત વિરુદ્ધ કેરળ ટીમનો ભાગ બનવા માંગતો હતો જે તેની ફેયરવેલ અને અંતિમ મેચ હોત પરંતુ તે થવા દેવામાં આવ્યું ન હતું. મેનેજમેન્ટે આ બોલરને ટીમમાં સ્થાન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.


શેર કર્યો હતો ભાવુક મેસેજ
એસ. શ્રીસંતે ટ્વિટર પર પોતાના સંન્યાસ વિશે જાહેરાત કરી હતી. તેણે એક ઈમોશનલ મેસેજ શેર કર્યો. તેમાં તેણે લખ્યું છે કે, 'મારા પરિવાર, મારા સાથીદારો અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. રમતને ચાહનાર દરેકને ખૂબ જ દુઃખ સાથે, પરંતુ અફસોસ વિના, હું ભારે હૃદયથી જણાવું છું કે હું ભારતીય ઘરેલૂ, પ્રથમ-શ્રેણી અને તમામ ફોર્મેટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. પરંતુ શ્રીસંતની આઈપીએલ માટે પણ પસંદગી કરવામાં આવી ન હતી. તે ટી20 વર્લ્ડ કપ 2007 અને વર્લ્ડ કપ 2011 જીતનાર ભારતની ટીમનો મહત્વનો ભાગ હતો. 


મેચ ફિક્સિંગનો આરોપ
એસ. શ્રીસંત ભારત માટે ક્રિકેટ રમવા માંગતા હતા, એટલે માટે તેમણે આ વર્ષે આઈપીએલ મેગા ઓક્શનમાં પોતાનું નામ આપ્યું હતું. પરંતુ શ્રીસંતને કોઈ ખરીદનાર મળ્યો નહોતો. એક જમાનામાં એસ. શ્રીસંત ભારતના સ્ટાર ઝડપી બોલરોમાં ગણતરી થતી હતી. તેઓ 2007 અને 2011 વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. આઈપીએલમાં તેઓ પંજાબ કિંગ અને રાજસ્થાન રોયલ્સ તરફથી ક્રિકેટ રમતા હતા.


શ્રીસંતે પોતાની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ તરફથી રમી હતી, પરંતુ 2013માં તેમના પર સ્પોટ ફિક્સિંગમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, કેરળ હાઈકોર્ટે શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ ખતમ કર્યો અને ત્યારબાદ તેમને ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.


ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યા
2013 IPL સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં તેની કથિત સંડોવણી માટે 7-વર્ષના સસ્પેન્શન રહ્યા બાદ અનુભવી ઝડપી બોલર શ્રીસંતે કેરળની ટીમમાં સ્થાન મેળવીને ખુશ છે. તેણે રણજી ટ્રોફીમાં શાનદાર બોલિંગ દ્વારા એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું. તે ધીમા બોલ પર ખૂબ જ ઝડપથી વિકેટ લેતા હતા. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. એસ શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટમાં 87 વિકેટ, 53 વનડેમાં 75 વિકેટ અને 10 T20 મેચમાં 7 વિકેટ ઝડપી છે.