નવી દિલ્હીઃ Pat Cummins Hat Trick & Team India: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું છે. બાંગ્લાદેશને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયા સામે 28 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે સતત ત્રણ બોલમાં 3 વિકેટ લીધી હતી. આ રીતે પેટ કમિન્સે ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સાતમી હેટ્રિક લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સની હેટ્રિક લેવી રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે શુભ સંકેત છે. હકીકતમાં ટી20 વિશ્વકપમાં આશરે 17 વર્ષ પહેલા આવો સંયોગ બન્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત બનશે ચેમ્પિયન...
ટી20 વિશ્વકપની પ્રથમ એડિશન 2007માં રમાઈ હતી. ભારતીય ટીમે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવી ટ્રોફી કબજે કરી હતી. તે સમયે વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લીએ બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી હતી. ત્યારબાદ એમએસ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ફાઈનલમાં હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાના ફેન્સનું કહેવું છે કે ટી20 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બાંગ્લાદેશ વિરુદ્ધ હેટ્રિક લીધી છે, તો ફેન્સનું કહેવું છે કે તે ભારત માટે શુભ સંકેત છે.


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની નબળી કડી બની બેઠો આ ધૂરંધર ગુજ્જુ ખેલાડી, ટી20 વર્લ્ડ કપમાં સતત ફ્લોપ


મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 28 રને પરાજય આપ્યો છે. આ રીતે ગ્રુપ-1માં ઓસ્ટ્રેલિયા ટોપ પર પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના બરાબર 2-2 પોઈન્ટ્સ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની નેટ રનરેટ સારી છે. તો ભારતીય ટીમે અફઘાનિસ્તાનને હરાવ્યું છે. હવે ભારત અને બાંગ્લાદેશની ટીમે 22 જૂને આમને-સામને હશે. ત્યારબાદ 24 જૂને ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હશે.