નવી દિલ્હીઃ ભારત આજે પોતાનો 72મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. દેશભરમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે. દેશ ધૂમધામથી આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. તેવામાં ભારતના ખેલાડીઓ પણ સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, મોહમ્મદ કેફ, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓએ ટ્વીટ કરીને આઝાદીની વર્ષગાંઠ પર દેશવાસિઓને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જાણીએ ભારતીય ખેલાડીઓએ ક્યા અંદાજમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી. 


ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેને કેટલાક બાળકોની તસ્વીર શેર કરી શુભેચ્છા આપી. સહેવાગે પોતાના ટ્વીટ પર લખ્યું છે- કુછ નશા તિરંગેની આન કા હૈ, કુછ નશા માતૃભૂમિની શાન કા હૈ, હમ લહરાયેંગે હર જગહ તિરંગા, નશા યે હિન્દુસ્તાંના સન્માનનો છે, સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. 



સચિન તેંડુલકરે પણ દેશવાસિઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સાહસને સલામ કર્યા છે. 



ક્રિકેટર મોહમ્મદ શમીએ પણ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી. 



યુવરાજ સિંહે એક વીડિયો શેર કરીને સ્વતંત્રતા દિવસની શુભકામના આપી છે.



પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કેફ શુભેચ્છા આપતા લખ્યું - તે તમામને સલામ, જેના કારણે આ સંભવ થયું. 



શિખર ધવને પણ બહાદુર સ્વતંત્રતા સેનાનીઓને સલામ કરતા દેશને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી. આ સાથે શિખર ધવને સેનાના જવાનોને પણ ધન્યવાદ આપ્યા છે. 



સાઇના નેહવાલે તિરંગાની સાથે તસ્વીર શેર કરી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપી છે. 



મહત્વનું છે કે 18 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાશે. આ સાથે 18 ઓગસ્ટથી એશિયન ગેમ્સનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.