દુબઈઃ વિશ્વ ચેમ્પિયન ભારત અને રનર્સઅપ ઈરાને દુબઈના અલ અસ્લ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં છ દેશોની કબડ્ડી માસ્ટર્ચ ટૂર્નામેન્ટમાં પોતાનું વર્ચસ્વ જારી રાખતા પોત-પોતાના ગ્રુપમાંથી સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે ગ્રુપ-એના પોતાના મેચમાં પાકિસ્તાનને 41-17થી હરાવ્યું, જ્યારે ઈરાને દક્ષિણ કોરિયાને 31-27ખી હરાવીને સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમ અંતિમ ગ્રુપ મેચમાં આજે (26 જૂન) કેન્યા સામે ટકરાશે. પાકિસ્તાને સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે કેન્યાને હરાવવું પડશે. 


સોમવારે ફરી એકવાર ભારતીય કબડ્ડી ટીમ પાકિસ્તાન પર ભારે પડી. ભારત તરફથી કેપ્ટન અજય ઠાકુર અને ઋૃષાંક દેવદિગાએ 6-6 અંક મેળવ્યા. પાકિસ્તાનને 17મી મિનિટે ઝટકો લાગ્યો, જ્યારે તેનો કેપ્ટન નાસિર અલી ઈજાગ્રસ્ત થયો અને બહાર ગયો. પરંતુ તે બીજા હાફમાં પરત ફર્યો હતો. 


હાફ ટાઇમ સુધી ભારતીય ટીમ 18-9થી આગળ રહી. બીજા હાફમાં રોહિતના સ્થાન મોનૂ ગોયતને ઉતારવામાં આવ્યો, જે 7 રેડ અંક સાથે છવાઇ ગયો. 


આ સાથે ભારતીય ટીમે સતત બીજા મેચમાં પાકિસ્તાનને હરાવ્યું. આ પહેલા ભારતે ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન મેચમાં તેને 36-20થી પરાજય આપ્યો હતો. આ ભારતની ચેમ્પિયનશિપમાં સતત ત્રીજી જીત છે. ઈન્ડિયાએ બીજી મેચમાં કેન્યાને 48-19થી હરાવ્યું હતું. 


ગ્રુપ-એમાં ભારતનું પ્રદર્શન
1. પાકિસ્તાનને 36-20થી હરાવ્યું
2. કેન્યાને 48-19થી હરાવ્યું
3. પાકિસ્તાનને 41-17થી હરાવ્યું