નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે બીજી ટી-20 મેચમાં 7 વિકેટથી શાનદાર જીત છતાં ટીમ ઇન્ડિયા (Team India) માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.


ટીમ ઇન્ડિયાને ફટકાર્યો દંડ
ભારતીય ટીમ (Team India) મેચ દરમિયાન નિર્ધારિત સમય કરતા એક ઓવર ઓછી ફેંકવા બદલ દોષી સાબિત થઈ હતી અને ત્યારબાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે દંડ ફટકાર્યો હતો. ICC એ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત ICC ની આચારસંહિતા 2.22 ના ઉલ્લંઘન માટે દોષી સાબિત થયું છે. તેથી, તેમના ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube