સાઉથમ્પ્ટનઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને-સામને છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે બીજા દિવસની રમતના અંતે 3 વિકેટે 146 રન બનાવી લીધા છે. કેપ્ટન વિરાટ કોહલી 44 અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે 29 રન બનાવી ક્રિઝ પર છે. ખરાબ પ્રકાશને કારણે બીજા દિવસે માત્ર 64.4 ઓવરની રમત શક્ય બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતે પ્રથમ દિવસે ગુમાવી ત્રણ વિકેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 34 રન બનાવી જેમિન્સનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ગિલ 28ને વેગનરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ચેતેશ્વર પુજારા 8 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. 


ખરાબ પ્રકાશની મેચ પર અસર
ભારતીય ટીમે 3 વિકેટે 146 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 44 અને રહાણે 29 રન બનાવી ક્રિઝ પર છે. ખરાબ પ્રકાશને કારણે મેચ અત્યાર સુધી ત્રણ વખત રોકવામાં આવી છે. 


ટી સમયે ભારતનો સ્કોર 120/3
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના બીજા દિવસે ટી સમયે ભારતે 3 વિકેટે 120 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 35 અને રહાણે 13 રન બનાવી ક્રિઝ પર છે. રોહિત શર્મા 34, શુભમન ગિલ 28 અને પુજારા 8 રન બનાવી આઉટ થયા છે. 


ભારતના 100 રન પુરા
ભારતીય ટીમે 47 ઓવરમાં ત્રણ વિકેટે પોતાનો 100 રન પુરા કર્યા છે. લંચ બાદ બીજા સત્રમાં ભારતની બેટિંગ ધીમી રહી છે. હવે ટીમની જવાબદારી કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પર છે. 


ચેતેશ્વર પુજારા આઉટ
ટ્રેન્ટ બોલ્ટે ભારતને ત્રીજો ઝટકો આપ્યો છે. ચેતેશ્વર પુજારા માત્ર 8 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો છે. ભારતે 88 રનના સ્કોરે ત્રીજી વિકેટ ગુમાવી છે. 


લંચ સમયે ભારત 69/2
પ્રથમ દિવસે લંચ સમયે ભારતે બે વિકેટે 69 રન બનાવ્યા છે. શુભમન ગિલ 28 અને રોહિત શર્મા 34 રન બનાવી આઉટ થયા છે. ન્યૂઝીલેન્ડ તરફથી જેમિન્સન અને નીલ વેગનરે એક-એક વિકેટ ઝડપી છે. 


નીલ વેગનરને મળી સફળતા
પોતાની પ્રથમ ઓવર ફેંકવા આવેલા નિલ વેગનરે શુભમન ગિલ (28) ને આઉટ કરી ન્યૂઝીલેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. આમ ભારતના બન્ને ઓનપર સેટ થયા બાદ આઉટ થઈ ગયા હતા. 

રોહિત શર્મા આઉટ
ભારતીય ટીમને રોહિત શર્માના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત 34 રન બનાવી કાઇલ જેમિન્સનનો શિકાર બન્યો છે. રોહિત અને ગિલે સારી શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માે 62 રનની ભાગીદારી કરી હતી. 


ભારતનો સ્કોર 50ને પાર
મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરવા ઉતરેલા રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. બન્નેએ 17.1 ઓવરમાં ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો છે. રોહિત 29 અને ગિલ 27 રન બનાવી બેટિંગ કરી રહ્યાં છે. 


ભારતીય ટીમઃ શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.


ન્યૂઝીલેન્ડઃ ટોમ લાથમ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, કાઇલ જેમિન્સન, ટીમ સાઉદી, નીલ વેગનર, ટ્રેન્ટ બોલ્ટ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube