બ્રેડા : ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સતત બીજી વાર ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયા 15મી વખત ચેમ્પિયન બન્યું છે. ચોથી ક્વાર્ટર સુધી મેચ 1 1થી બરાબર રહ્યા બાદ શૂટઆઉટ દ્વારા ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. પહેાલ ક્વોર્ટરમાં કોઇ ગોલ નહોતો થયો. બીજા ક્વાર્ટરમા ઓસ્ટ્રેલિયાએ બ્લેક ગોવર્સનાં ગોલનાં દમ પર બઢત પ્રાપ્ત કરી હતી. તેણે 24મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાફટાઇમ બાદ ભારતે કેટલીક તક ગુમાવી હતી, જો કે યુવા ખેલાડી વિવેક સાગર 43મી મિનિટે શાનદાર ગોલ કરીને ભારતને ઓસ્ટ્રેલિયાની સમકક્ષ ખડુ કરી દીધું હતું. મેચનાં ચોથા ક્વાર્ટરમાં 1 1ની બરાબરીથી પહોંચ્યું અને તેનાં અંત સુધી પરિણામ નહોતું બદલ્યું. પેનલ્ટી શૂટઆઉટમાં પહેલો શોટ ઓસ્ટ્રેલિયાએ ફટકાર્યા જો કે ભારતની તરફથી સરદાર સિંહ અસફળ રહ્યા. ઓશ્ટ્રેલિયાએ બીજા સ્ટ્રોકને પણ ગોલમાં બદલી દીધું અને ભારત તેમાં પણ નિષ્ફળ રહ્યું. ત્રીજા પ્રયાસને ઓસ્ટ્રેલિયાએ ગોલમાં નહોતી બદલી શકી, ભારત પણ અસફળ રહ્યું. ઓસ્ટ્રેલિયાનાં ચોથા સ્ટ્રોકને ભારતીય ગોલકિપરે રોક્યો. ભારતની તરફથી ચોથા પ્રયાસમાં મનપ્રીતે સફળતા અપાવી હતી. જો કે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ ગોલ ફટકારીને સ્કોર 3 1થી ખિતાબ પોતાને નામ કરી દીધો હતો. 

ભારતીય હોકી ટીમે 8 વખત ચેમ્પિયન અને મેજબાન નેધરલેન્ડને શનિવારે 1 1થી ડ્રો પર રોકીને ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે પાંચ મેચોમાં 2 ડ્રો અને 1 હાર સાથે 8ના પોઇન્ટ સાથે ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 5 મેચોમાં 3 જીત, 1 ડ્રો અને 1 હાર સાથે 10 પોઇન્ટ સાથે પહેલા જ ફાઇનલમાં પહોંચી ચુક્યું હતું.