CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ બે મેડલ, સ્ક્વોશ અને ટેબલ ટેનિસમાં એક-એક
CWG 2022: દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે ભારતને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. મિક્સ્ડ ડબલ્સ માટે બ્રોન્ઝ મેડલ મેચમાં બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની જોડી પર 2-0 થી જીત મેળવી હતી
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ખેલાડીઓએ દમદાર પ્રદર્શન દેખાડ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ ટીમ ઇન્ડિયાએ મેડલોની હાફ સેન્ચ્યુરી પૂરી કરી દીધી છે. ભારતીય પ્લેયર અચંત શરત કમલ અને જી સાથિયાને વધુ એક મેડલ અપાવ્યો છે. ટેબલ ટેનિસના ફાઈનલ મુકાબલામાં ભારતીય પ્લેયરને ઇંગ્લેન્ડના પ્લેયર સામે હારનો સામનો કરવો પડ્યો. અત્યાર સુધીમાં ભારતમાં કુલ મેડલની સંખ્યા 50 થઈ ગઈ છે. તેમાં 17 ગોલ્ડ, 13 સિલ્વર મેડલ અને 20 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
સ્ક્વોશમાં ભારતને વધુ એક મેડલ
દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે ભારતને સ્ક્વોશમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. મિક્સ્ડ ડબલ્સ માટે બ્રોન્ઝ મેડલ મેચમાં બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાની જોડી પર 2-0 થી જીત મેળવી હતી.
કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતાએ કેજરીવાલ સામે વ્યક્ત કરી નારાજગી, જાણો શું ક્યું
ટેબલ ટેનિસમાં મળ્યો સિલ્વર
ભારતીય ટીમને વધુ એક મેડલ મળ્યો છે. ટેબલ ટેનિસમાં અચંત શરત કમલ અને જી સાથિયાને આ મેડલ અપાવ્યો છે. ફાઈનલ મુકાબલામાં અચંત અને સાથિયાનને ઇંગ્લેન્ડના ડ્રિંકહોલ અને પિચફોર્ડએ 3-2 થી હરાવ્યા હતા. ભારતીય ટીમનો આ 49 મો મેડલ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube