નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાલથી શરૂ થનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે પ્લેઇંગ-11ની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની સ્પિન જોડીને સ્થાન મળ્યું છે, જ્યારે મેનેજમેન્ટે મોહમ્મદ સિરાજને બહાર રાખવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશા પ્રમાણે રોહિત શર્મા અને શુભમન ગિલ પર ઓપનિંગની જવાબદારી હશે. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. વિકેટકીપર તરીકે રિષભ પંત હાજર છે. અશ્વિન અને જાડેજા ટીમને નિચલા ક્રમમાં મજબૂતી આપશે. તો ભારત ત્રણ અનુભવી ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે. 


સિરાજ પર ભારે પડ્યો ઈશાંતનો અનુભવ
મેચ પહેલા ચર્ચા ચાલી રહી હતી કે મોહમ્મદ સિરાજને ટીમમાં તક મળી શકે છે. ઈશાંત શર્માને બહાર રાખી ટીમ મેનેજમેન્ટ યુવા ફાસ્ટ બોલર સિરાજ પર વિશ્વાસ કરી શકે છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે યુવા જોશની સામે અનુભવીને પ્રાધાન્ય આપ્યું છે. ઈશાંત શર્મા 101 ટેસ્ટ રમી ચુક્યો છે. જેથી સિરાજના સ્થાને તેની પસંદગી કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube