નવી દિલ્હીઃ ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વિશ્વકપ માટે ભારતના ક્વિવરમાં ઘણા તીર છે, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે, સ્થિતિને અનુરૂપ ટીમ સંયોજન નક્કી કરવામાં આવશે. વિજય શંકરને પસંદ કરવા પર માનવામાં આવી રહ્યું હતું કે તમિલનાડુનો આ ઓલરાઉન્ડર ચોથા ક્રમે બેટિંગ કરશે, પરંતુ શાસ્ત્રીએ કહ્યું કે, કોઈપણ ખેલાડીનો ક્રમ નક્કી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી પાસે ચોથા નંબર માટે ઘણી ખેલાડી
રવિશાસ્ત્રીએ કહ્યું, 'અમારી ટીમમાં પરિવર્તનક્ષમતા છે. જરૂરીયાત પ્રમાણે નક્કી થશે. અમારા ક્વિવરમાં ઘણા તીર છે. અમારી પાસે ઘણા એવા ખેલાડી છે, જે ચોથા નંબર પર ઉતરી શકે છે. મને તેની ચિંતા નથી.'


તેમણે ક્રિકેટનેક્સ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'અમારા 15 ખેલાડીઓ ગમે ત્યારે, ગમે ત્યાં રમી શકે છે. જો કોઈ ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત છે, તો તેનો વિકલ્પ હાજર છે.' વિશ્વ કપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. 


જાધવની ઈજાને લઈને ચિંતા નથી
ઓલરાઉન્ડર કેદાર જાધવને આઈપીએલ દરમિયાન ઈજા થઈ, જ્યારે કાંડાનો સ્પિનર કુલદીપ યાદવ ફોર્મમાં નથી, પરંતુ કોચે કહ્યું કે, તે આ બાબતે ચિંતામાં નથી. 


તેમણે કહ્યું, હું તેનાથી ચિંતામાં નથી. જ્યારે અમે 22ના ઉડાન ભરીશું, તો જોશું તેમાં ક્યા 15 ખેલાડી છે. કેદારને ફ્રેક્ચર નથી. અમે રાહ જોઈ રહ્યાં છીએ કારણ કે હજુ ઘણો સમય બાકી છે. 


કોઈ પહેલાથી રણનીતિ ન બનાવી શકે
શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વ કપ માટે કોઈ પહેલાથી રણનીતિ ન બનાવી શકે અને તૈયારી માટે ચાર વર્ષનો સમય રહે છે. તેમણે કહ્યું, 'આવી મોટી ટૂર્નામેન્ટમાં જરૂરીયાત પ્રમાણે વસ્તુ નક્કી થાય છે. વિશ્વ કપ વચ્ચે ચાર વર્ષનો સમય તૈયારી માટો હોય છે.'


ઓસ્ટ્રેલિયા-વિન્ડીઝના પ્રદર્શન પર રહેશે નજર
પૂર્વ કેપ્ટને તે પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયા અને વિન્ડીઝનું પ્રદર્શન જોવા લાયક હશે. તેમણે કહ્યું, જ્યારે વિન્ડીઝ ટીમ ભારતમાં આવી હતી ત્યારે મેં કહ્યું હતું ભલે આપણે તેને હરાવી દીધું, પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું. તે સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ નહતા. 


ઓસ્ટ્રેલિયા વિશે તેમણે કહ્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધુ વિશ્વ કપ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાની કોઈ ટીમ એવી નથી રહી જે સ્પર્ધાત્મક ન હોય. હવે તેના તમામ ખેલાડી પરત આવી ગયા છે અને તે શાનદાર ફોર્મમાં છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર