નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું માનવું છે કે, ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું સારૂ પ્રદર્શન કર્યું છે. આ સાથે કહ્યું કે, ટીમના વિશ્વ કપ અભિયાન પર ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ હારવાની અસર પડશે નહીં. દ્રવિડે કહ્યું, 'ખરેખર ભારત છેલ્લા 30 મહિનામાં શાનદાર ક્રિકેટ રમ્યું છે.' ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારે રમ્યું તેનો શ્રેય લેવા માટે આ હારમાં સિરીઝની વ્યસ્તતા હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું, 'અમારી પાસે વિશ્વ કપ માટે સંતુલિત ટીમ છે જો ભારત વિશ્વ કપ જીતે છે તો આપણે તે વાતની ચિંતા નહીં કરીએ કે 2-3 કે 3-2થી કોણ જીત્યું.' આઈસીસી રેન્કિંગ સાબિત કરે છે કે ભારત ત્યાં છે. નંબર વન બનવા માટે વિશ્વ કપ જીતવો જોઈએ. 


તે પૂછવા પર વિશ્વકપ માટે રિષભ પંત અને અંબાતી રાયડૂને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. દ્રવિડે કહ્યું, ભારતની પાસે આ વિશ્વ કપ માટે એક સારી અને સંતુલિત ટીમ છે. ઘણા સંયોજન અને ઘણા વિકલ્પ છે. આ ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનનો સવાલ છે. તમે હંમેશા એક કે બે નામો પર ચર્ચા કરી શકો છો. જે નામોને પસંદ કરવામાં આવ્યા છે તેની સાથે રહો અને સારા પ્રદર્શનની આશા રાખો. 



અંકિતાએ પૂર્વ યૂએસ ઓપન ચેમ્પિયન સ્ટોસુરને હરાવીને અપસેટ સર્જયો


પૂર્વ કેપ્ટને આ સાથે તે પણ જણાવ્યું કે, આગામી ટૂર્નામેન્ટમાં હાઈ સ્કોરિંગ મેચ હશે. તેમણે કહ્યું, આ વિશ્વ કપ લગભગ વધુ સ્કોરિંગ વાળી હશે અને ભારત તેના માટે સારી રીતે તૈયાર છે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં ખરેખર ફેરફાર થયો છે, ખાસ કરીને વનડે ક્રિકેટમાં. ગત વર્ષે અમે એ સિરીઝ માટે ત્યાં હતા અને હાઈ સ્કોરિંગ મેચ રમાયા હતા. 300 પારના સ્કોરનો સતત પીછો કરવામાં આવી રહ્યો હતો.