IND vs SA LIVE: આફ્રિકા 118 રન બનાવી ઓલઆઉટ, ચહલની પાંચ વિકેટ
ડરબનમાં પરાજય બાદ દક્ષિણ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રીજી વનડેમાં આફ્રિકન ટીમ 32.2 ઓવરમાં 118 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય સ્પીનર સામે આફ્રિકાના બેટ્સમેન ઘુંટણીયે પડી ગયા હતા. ભારતના યજુવેન્દ્ર ચહલે પાંચ અને કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી છે. બુમરાહ અને ભુવનેશ્વરને એક-એક સફળતા મળી હતી. આફ્રિકા તરફથી ડ્યુમિની અને જોન્ડોએ 25-25 રન બનાવ્યા હતા. અમલાએ 23 અને ડી કોકના 20 રન હતા.
બીજી વનડેમાં ભારતીય ટીમે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. પ્રથમ વનડેમાં રનચેઝ કર્યા બાદ ભારતનો આત્મવિશ્વાસ આશમાને છે. તેથી કેપ્ટન કોહલીએ ફરીથી ચેઝ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ વનડેમાં જીત્યા બાદ બીજી વનડેમાં ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે આફ્રિકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડુ પ્લેસિસની જગ્યાએ બેટ્સમેન જોન્ડોને સ્થાન આપવામાં આવ્યું છે, સ્પીનર શમ્શીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
બીજી તરફ ડરબનની હાર બાદ આફ્રિકાને બીજો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ બહાર થઈ ગયો છે. તેની આંગળીમાં ફેક્ચર છે. તે વનડે અને ટી20 શ્રેણીમાં નહીં રમે. ડીવિલિયર્સ પણ ઈજાને કારણે બહાર થે,
આફ્રિકાએ ડુ પ્લેસિસના સ્થાને ફરહાન બેહરદિનને ટીમમાં સ્થાન આપ્યું છે. પહેલા ખાયેલિહલે જોંડોને મહત્વ આપવામાં આવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન હેનરિચ ક્લાસેનને પણ ડી કોકના બેકઅપના રૂપમાં રાખવામાં આવ્યો છે. ડી કોક અત્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પ્રથમ વનડેમાં તેણે માત્ર 34 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમઃ કોહલી, ધવન, રોહિત શર્મા, રહાણે, ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ચહલ, બુમરાહ
આફ્રિટન ટીમઃ ડી કોક, અમલા, માર્કરામ, ડ્યુમિની, જોન્ડો, મિલર, મોરિસ, રબાડા, શમ્શી, મોર્કલ, તાહીર