નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને બ્રિસ્ટલમાં રમાયેલી ત્રણ મેચોની ટી-20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયલ મેચમાં 7 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-1થી શ્રેણી પોતાના નામે કરી લીધી આ સાથે ટી-20 ઈન્ટરનેશનલમાં સતત છઠ્ઠી સીરીઝ પર કબજો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાની આ જીતમાં ચમક્યા રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા. રોહિતે 56 બોલ પર અણનમ 100 રનની ઈનિંગ રમી જેમાં 11 ફોર અને પાંચ સિક્સ સામેલ હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ બોલિંગ ચાર વિકેટ અને બેટિંગમાં 14 બોલ પર 33 રન ફટકાર્યા હતા. 


આ શ્રેણી વિજયની સાથે ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા. ભારતીય ટીમે વર્ષ 2016 ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 શ્રેણીથી અત્યાર સુધી ત્રણ મેચોની ટી-20 શ્રેણી ન હારવાનો રેકોર્ડ બરકરાર રાખ્યો છે. આ દરમિયાન ભારતે 8 ત્રણ મેચોની ટી-20 શ્રેણી રમી અને સ્કોર 8-0 રહ્યો. 


ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં ભારત


1. ભારત 3-0થી જીત્યું વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વર્ષ 2016


2. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ શ્રીલંકા, વર્ષ 2016


3. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ ઝિમ્બાબ્વે, વર્ષ 2016


4. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વર્ષ 2017


5. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, વર્ષ 2017


6. ભારત 3-0થી જીત્યું વિરુદ્ધ શ્રીલંકા, વર્ષ 2017


7. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ સાઉથ આફ્રિકા, વર્ષ 2018


8. ભારત 2-1થી જીત્યું વિરુદ્ધ ઈંગ્લેન્ડ