લંડનઃ લીગ સ્ટેજમાં 9માથી 7 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહીને સેમિફાઇનલમાં જગ્યા બનાવનાર ભારત સટ્ટાબાજની નજરમાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ જીતવાનું પ્રબળ દાવેદાર છે. રાઉન્ડ રોબિન સ્ટેજમાં 2 વખતની ચેમ્પિયન ભારતની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી જ્યારે ટીમે એકમાત્ર હારનો યજમાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ સામનો કરવો પડ્યો હતો. ભારત સેમિફાઇનલમાં મંગળવારે માનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટકરાશે જ્યારે પાંચ વખતની ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ગુરૂવારે બર્મિંઘમમાં કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઉતરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લૈડબ્રોક્સ અને બેટવે જેવી મુખ્ય ઓનલાઇન વેબસાઇટે ભવિષ્યવાણી કરી છે કે ભારત 14 જુલાઈએ રમાનારી ફાઇનલમાં જગ્યા બનાવશે અને ઐતિહાસિક લોર્ડ્સના મેદાનમાં ટાઇટલ જીતશે. લૈડબ્રોક્સે ભારતની જીત પર 13/8નો દાવ આપ્યો છે જ્યારે ત્યારબાદ ઈંગ્લેન્ડ, 15/8, ઓસ્ટ્રેલિયા 11/4 અને ન્યૂઝીલેન્ડ (8/1)નો નંબર આવે છે. બેટવેએ પણ ભારતને ત્રીજીવાર ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર ગણાવ્યું છે. 


તેણે ભારત માટે 2.8, ઈંગ્લેન્ડ માટે 3, ઓસ્ટ્રેલિયા માટે 3.8 અને ન્યૂઝીલેન્ડ માટે 9.5 ભાવ રાખ્યો છે. વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ લીગ સ્ટેજમાં 15 પોઈન્ટ લઈને ટોપ પર રહી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા 14 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર હતું. ઈંગ્લેન્ડ (12) ત્રીજા જ્યારે ન્યૂઝીલેન્ડ (11)એ ચોથુ સ્થાન હાસિલ કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. 

World Cup જીતનારી ટીમને મળશે આટલા કરોડ રૂપિયા, આ ટીમો પર પણ થશે ધનવર્ષા


જો કોઈ 13/8ના ભાવ પર સટ્ટો લગાવે છે તો તેનો મતલબ છે કે તેને જેટલી પણ રમક દાવ પર લગાવી છે જીતવા પર તેની રમકને 13 ગણી કરી પછી તેનો આઠ સાથે ભાંગાકાર કરી દેવામાં આવશે અને પછી જે રમક આવશે તે વિજેતાને મળશે. લૈડબ્રોક્સ અનુસાર ભારતનો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (8/13)ની ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર બનવાની સંભાવના છે જ્યારે ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર (11/8) અને ઈંગ્લેન્ડનો જો રૂટ (20/1)નો નંબર આવે છે. ભારતીય કેપ્ટન કોહલી (33/1) પણ ટોપ-5મા સામેલ છે.