ભારતે ઈંગ્લેન્ડને હરાવીને શારીરિક દિવ્યાંગતા વિશ્વ ટી20 સિરીઝ જીતી
ઓપનિંગ બેટ્સમેન કે ડી ફાનસે (36), વિક્રાંત કેની (29) અને એસ મહેન્દ્રન (33)એ પણ ઉગયોગી યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઈ આર્થિક મદદ ઉપલ્બધ કરાવી નથી.
મુંબઈઃ પ્રબળ દાવેદાર ભારતે ફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને 36 રનથી પરાજય આપી ટી20 શારીરિક દિવ્યાંગતા વિશ્વ સિરીઝનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. મંગળવારે બ્લૈકફિન્ચમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ પર 180 રન બનાવ્યા હતા.
ત્યારબાદ ટીમે ઈંગ્લેન્ડને નવ વિકેટ પર 144ના સ્કોરે રોકીને ટ્રોફી જીતી લીધી હતી. મધ્યમક્રમના બેટ્સમેન આર.જી. સાંજેએ 34 બોલમાં 53 રન ફટકાર્યા અને તે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
ઓપનિંગ બેટ્સમેન કે ડી ફાનસે (36), વિક્રાંત કેની (29) અને એસ મહેન્દ્રન (33)એ પણ ઉગયોગી યોગદાન આપ્યું હતું. બીસીસીઆઈએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઈ આર્થિક મદદ ઉપલ્બધ કરાવી નથી.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર