જકાર્તાઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની પુરૂષ હોકી ટીમ અહીં એશિયન ગેમ્સના પ્રથમ મેચમાં ઈન્ડોનેશિયાને 17-0થી હરાવ્યા બાદ આવતીકાલે (22 ઓગસ્ટ) હોંગકોંગ વિરુદ્ધ ઉતરશે. ભારતે પ્રથમ મેચમાં ઈન્ડોનેશિયાને હરાવીને એશિયન ગેમ્સના ઈતિહાસમાં પોતાની સૌથી મોટા અંતરની જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ભારતે 1974માં ઈરાન અને 1982ની એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું હતું. એશિયન ગેમ્સમાં પ્રતિસ્પર્ધાના સ્તરની વિશ્વ સ્તરે તુલના કરવામાં ન આવી શકે પરંતુ કોઇ દેશને 17-0ની વિશાળ અંતરથી હરાવવું ભારતના આત્મવિશ્વાસ વધારવાના રૂપમાં જોઈ શકાય છે. 


વિશ્વની પાંચમા અને એશિયાની નંબર-1 ટીમ ભારત સતત બીજીવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની પ્રબળ દાવેદાર છે. 


એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર ભારત સીધું ટોક્યો ઓલંમ્પિક માટે ક્વોલિફાઇવ કરી લેશે અને આ સાથે તેને 2020ના ઓલંમ્પિકની તૈયારી માટે વધુ સમય મળશે. આવતીકાલના મેચમાં ગોલનો વરસાદ થવાની પૂર્ણ સંભાવના છે. વિશ્વની પાંચમાં નંબરની ટીમ 45મા નંબરની ટીમ હોંગકોંગ સાથે ટકરાશે. 


ત્યારબાદ ભારત 24 ઓગસ્ટે જાપાન, 26 ઓગસ્ટે દક્ષિણ કોરિયા અને 28 ઓગસ્ટે શ્રીલંકા વિરુદ્ધ રમશે. કોચ હરેન્દ્ર હોંગકોંગ વિરુદ્ધ પણ પોતાની રણનીતિ અને ખેલાડીઓની સાથે પ્રયોગ કરી શકે છે.