World Cup 2019: જાણો, સુરેશ રૈના શું વિચારે છે ટીમ ઈન્ડિયા વિશે
ભારતીય ટીમમાં ક્યારેક મહત્વના બેટ્સમેન રહેલા સુરેશ રૈનાનું કહેવું છે કે, એમએસ ધોની તમામ કેપ્ટનોનો `કેપ્ટન` છે.
લંડનઃ આઈસીસી વિશ્વ કપમાં કઈ ચાર ટીમો સેમીફાઇનલ સુધી પહોંચશે તેના પર તમામ દિગ્ગજ ક્રિકેટરો પોતાની વાત રાખી રહ્યાં છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ પણ ટીમ ઈન્ડિયાને આઈસીસી વિશ્વ કપમાં અભિયાનને લઈને કેટલિક ભવિષ્યવાણી કરી છે. સૈનાએ આ સાથે તે પણ જણાવ્યું કે, ટીમ ઈન્ડિયાનો ક્યો ક્રિકેટર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બની શકે છે.
સેમીફાઇનલમાં ભારતની એન્ટ્રી પાક્કી
આઈસીસી વિશ્વ કપમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમને ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહી છે. 2011 વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા રૈના આ વિશ્વકપમાં ભારતીય ટીમમાં નથી. રૈનાએ કહ્યું, 'ભારત સેમીફાઇનલમાં સ્થાન મેળવશે. આપણી પાસે 9 મેચ છે, કોમ્બિનેશન વિશે વિચારવાનો ઘણો સમય મળશે. સારી શરૂઆત કરવી મહત્વની રહેશે. જો સારી શરૂઆત મળી ગઈ તો કોઈ રોકી શકશે નહીં.' ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં થયેલા પરાજય પર રૈનાએ કહ્યું, ડાબા હાથના ફાસ્ટ બોલર વિરુદ્ધ બેટ્સમેનોએ સતર્ક રહેવું પડશે. આ સિવાય આપણે હજુપણ એક થઈને યોગ્ય કોમ્બિનેશન સોધી શકીએ છીએ. મને લાગે છે કે આ કોમ્બિનેશન ટીમ ઈન્ડિયા માટે સારૂ છે.
વિશ્વ કપમાં ભારતની સફર, 19975થી 2015 સુધી બનાવ્યા આ રેકોર્ડ
ટૂર્નામેન્ટમાં સૌથી મહત્વના ખેલાડીને લઈને રૈનાએ કહ્યું, 'હાર્દિક પંડ્યા સારી ફીલ્ડિંગ, સારી બેટિંગ અને 6-7 ઓવર બોલિંગ કરી શકે છે.' તેને આઝાદીથી રમવા માટે મેનેજમેન્ટ પાસે વિશ્વાસની જરૂર છે. જો તે આઈપીએલના આત્મ વિશ્વાસ સાથે વિશ્વકપમાં ઉતરે છે તો મેચનું પાસું પલ્ટી શકે છે. મને લાગે છે કે, તે ભારત માટે સૌથી મહત્વનો ખેલાડી સાબિત થશે. જો આપણે અંતિમ ચારમાં જગ્યા બનાવી અને તેને ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર મળે તો મારા માટે ચોંકાવનારી વાત હશે નહીં.