નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે રવિવારે કહ્યું કે, ભારત સદીઓથી રમતપ્રેમી દેશ રહ્યો છે, પરંતુ હવે તેને રમતમાં સક્રિય રહેતા દેશ બનવાની જરૂર છે. સચિને જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં આયોજીત આઈડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શોરન્સ નવી દિલ્હી મેરાથોન-2019 બાદ યુવા પ્રતિભાગીઓને સંબોધીત કરતા આ વાત કરી હતી. સચિન આ મેરાથોન-2019ના બ્રાન્ડ એમ્બેસેડર છે. સચિને કહ્યું, આટલા બધા બાળકોને અહીં જોઈને ઘણી ખુશી થઈ રહી છે. આપણે ભારતને સ્વસ્થ તથા એક્ટિવ બનાવી રાખવા માટે રમતને પ્રેમ કરનારા દેશની સાથે-સાથે સક્રિય દેશ બનવા માટે કામ કરવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિને કહ્યું કે, તે આપણું સપનું હોવું જોઈએ કારણ કે, સ્વસ્થ ભારતમાં જ વિકાસશીલ ભારત નિવાસ કરે છે. આપણું સપનું દેશને સ્વસ્થ બનાવવાનું છે. જેટલી મોટી સંખ્યામાં યુવા હવે ફિટનેસ અને રમત માટે સામે આવી રહ્યાં છે, તેનાથી આ દિશામાં ઝડપથી અગ્રેસર થવાની અસર દેખાઈ રહી છે. બાળકો નવી આશા લઈને આવ્યા છે. આપણે ઉત્સાહ અને જનૂન બનાવી રાખવું જોઈએ. 


આઈડીબીઆઈ ફેડરલ લાઇફ ઇન્શોરન્સ નવી દિલ્હી મેરાથોન-2019માં 18 હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. રાશપાલ સિંહ અને જ્યોતિ ગાવટે ફુલ મેરાથોન વિજેતા બન્યા જ્યારે રોબિન સિંહ અને જ્યોતિએ હાફ મેરાથોનનું ટાઇટલ જીત્યું હતું.