Ind vs Nz 2nd ODI: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં વિલન બન્યો વરસાદ, રદ્દ કરવી પડી મેચ
Ind vs NZ 2nd ODI: આ મેચની શરૂઆતમાં ફરી એકવાર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ 4.5 ઓવર પછી વરસાદ શરૂ થયો. લાંબી રાહ જોયા બાદ મેચ શરૂ થઈ ત્યારે 21-21 ઓવરનું નુકસાન થઈ ગયું હતું. મેચ 29-29 ઓવરની કરવામાં આવી હતી, પરંતુ 12.5 ઓવર પછી ફરી એકવાર વરસાદ પડ્યો અને મેચ શરૂ થઈ શકી નહીં.
Ind vs NZ 2nd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સિરિઝને જાણે વેધરનું ગ્રહણ લાગ્યું છે. જેને કારણે કરોડો ક્રિકેટ ચાહકોની મજા બગડી રહી છે. વરસાદ વિલન બનીને આ ટુર્નામેન્ટને ખરાબ કરી રહ્યો છે. આજે ફરી એકવાર વરસાદે વિલનની ભૂમિકા નિભાવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ છે. વરસાદને કારણે મેચમાં ઘણી વખત વિક્ષેપ પડ્યો હતો, પરંતુ છેલ્લી વખત જ્યારે વરસાદને કારણે મેચ અટકાવવામાં આવી ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 89 રન હતો.
વરસાદ એટલો ભારે હતો કે મેચ ફરી શરૂ થઈ શકી ન હતી અને રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રેણીમાં કિવિઝ 1-0થી આગળ છે. અંતિમ વનડે 30 નવેમ્બરના રોજ ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાશે. આ મેચની શરૂઆતમાં ફરી એકવાર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ 4.5 ઓવર પછી વરસાદ શરૂ થયો. લાંબી રાહ જોયા બાદ મેચ શરૂ થઈ ત્યારે 21-21 ઓવરનું નુકસાન થઈ ગયું હતું. મેચ 29-29 ઓવરની કરવામાં આવી હતી, પરંતુ 12.5 ઓવર પછી ફરી એકવાર વરસાદ પડ્યો અને મેચ શરૂ થઈ શકી નહીં.
આ મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો જ્યારે સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. કિવિઝની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. એડમ મિલ્નેની જગ્યાએ માઈકલ બ્રેસવેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube