Pakistan Team: વર્લ્ડકપ માટે પાકિસ્તાનને ન મળ્યા ભારતના વિઝા, ગુસ્સામાં આપી મોટી ધમકી
T20 World Cup 2022: પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને ભારતમાં રમાનાર બ્લાઇન્ડ ટી20 વિશ્વકપના વિઝા મળ્યા નથી. તેનાથી પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો છે અને તેણે ભારતને ધમકી આપી છે.
નવી દિલ્હીઃ Pakistan Blind Cricket Team: પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને વર્તમાન બ્લાઇન્ડ ક્રિકેટ ટી20 વિશ્વકપ માટે ભારતના વિઝા મળ્યા નથી. પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ પરિષદ (PBCC) એ મંગળવારે નિવેદન જાહેર કરી દાવો કર્યો કે ટીમને ભારતીય વિદેશ મંત્રાલયથી મંજૂરી મળી નથી.
પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે આપ્યું નિવેદન
પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પાકિસ્તાનની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ અધરમાં લટકી ગઈ. તેની સંપૂર્ણ સંભાવના હતી કે વર્તમાન વિશ્વકપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય અને વર્તમાન ફોર્મને જોતા પાકિસ્તાનના ટાઇટલ જીતવાની પ્રબળ સંભાવના હતી.
ગુસ્સામાં કહી આ વાત
પાકિસ્તાન બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલે આગળ કહ્યું- આ ભેદભાવપૂર્ણ કાર્યવાહી માટે વિશ્વ બ્લાઇન્ડ ક્રિકેટે ગંભીર પરિણામ ભોગવવા પડશે, કારણ કે અમે વિશ્વ બ્લાઇન્ડ ક્રિકેટ પાસે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરીશું જેશી ભારતને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની યજમાની ન મળે. પાકિસ્તાન પાછલા વર્ષે ટી20 વિશ્વકપમાં બીજા સ્થાને રહ્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube