IND vs BAN: ડે-નાઇટ ટેસ્ટ પહેલા ઈન્દોરમાં પિંક બોલની સાથે અભ્યાસ કરશે ભારતીય ટીમ
ભારતીય ટીમ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે 22 નવેમ્બરથી પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવાની છે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ પિંક બોલથી અભ્યાસ કરશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે બાંગ્લાદેશ વિરુદ્ધ 22થી 26 નવેમ્બર વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાનારી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચ પહેલા મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ (એમપીસીએ) પાસે વિરાટ કોહલી અને તેની ટીમ માટે પિંક બોલની સાથે રાત્રે ટ્રેનિંગ કરવાની વ્યવસ્થા કરવાની માગ કરી છે. એમપીસીએના સચિવ મિલિંદ કાનમાડિકરે આ વાતને સમર્થન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, સંઘ ખેલાડીઓની મદદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જેથી તે પિંક બોલથી રમવા માટે અભ્યાસ કરી શકે. મિલિંદે કહ્યું, 'અમને ભારતીય ટીમે વિનંતી કરી છે કે તે રાત્રે પિંક બોલની સાથે ટ્રેનિંગ કરવા ઈચ્છે છે, જેથી બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી પ્રથમ ડે-નાઇટ મેચ માટે તૈયાર થઈ શકે. અમે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરીશું.'
ટીમના વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ પણ સ્વીકાર્યું કે પિંક બોલની સાથે રમતા પહેલા ટ્રેનિંગ ખુબ મહત્વની છે. બીસીસીઆઈ ડોટ ટીવીએ રહાણેના હવાલાથી જણાવ્યું, 'હું વ્યક્તિગત રૂપે ખુબ ઉત્સાહિત છું. આ એક નવો પડકાર છે. મને નથી ખ્યાલ કે મેચ કેવી હશે, પરંતુ અમને ટ્રેનિંગ સત્ર કરીને તેનો ખ્યાલ આવશે. ટ્રેનિંગ બાદ અમને અંદાજ થશે કે પિંક બોલ કેટલો સ્વિંગ થાય છે અને દરેક સત્રમાં કેમ કામ કરે છે.
શેન વોટસનની 'ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન'ના અધ્યક્ષ તરીકે નિમણૂક
તેણે કહ્યું, 'મને લાગે છે કે બેટ્સમેનના રૂપમાં બોલ લેટ સ્વિંગ થશે અને એક બેટ્સમેનના રૂપમાં તે સારૂ થશે કે તમે લેટ રમો. આ મારો વ્યક્તિગત વિચાર છે. તેની સાથે સેટ થવા વધુ મુશ્કેલી ન હોવી જોઈએ.'
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube