નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે સતત ત્રીજીવાર આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ગદા પોતાની પાસે રાખી છે. આ ગદા તે ટીમને આપવામાં આવે છે જે એક એપ્રિલની કટ ઓફ તારીખ સુધી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1ના સ્થાન પર રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે સોમવારે એક નિવેદનમાં આ વાતની જાણકારી આપી છે. ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં આ વર્ષે ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરતા નંબર-1નું સ્થાન પોતાની પાસે રાખ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં 71 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝમાં કબજો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ન્યૂઝીલેન્ડે વર્ષનો અંત બીજા સ્થાન સાથે કર્યો છે. તેણે હાલમાં ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશને પરાજય આપીને ત્રીજાથી બીજા ક્રમ પર કબજો કર્યો હતો. ભારતને આ સાથે 10 લાખ ડોલર ઈનામી રકમ આપવામાં આવશે તો ન્યૂઝીલેન્ડને 5 લાખ ડોલર ઈનામી રકમ આપવામાં આવશે. 



લોકપાલે સુનાવણી માટે હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલને મોકલી નોટિસ


ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તેના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું, આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદાને પોતાની પાસે યથાવત રાખવા પર અમે ગર્વનો અનુભવ કરી રહ્યાં છીએ. અમારી ટીમ રમતના દરેક ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. અમે જાણીએ છીએ કે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ શું છે. 



ટેનિસઃ રોજર ફેડરર બન્યો મિયામી ઓપનમાં ચેમ્પિયન, 101મું ટાઇટલ જીત્યું


કોહલીએ કહ્યું, 'અમારી ટીમમાં ઘણી ડેપ્થ છે અને મને વિશ્વાસ છે કે, ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સારૂ કરશે.' અમે તેના માટે ઉત્સાહિત છીએ. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ આ વર્ષે શરૂ થઈ રહી છે.