મહિલા ફુટબોલઃ ભારતે PAKને 18-0થી આપ્યો પરાજય
ભારતીય ટીમ ચેમ્પિયનશિપમાં પોતાનો બીજો મેચ 26 ઓક્ટોબરે નેપાળ સામે રમશે. ત્યારબાદ 28 ઓક્ટોબરે થાઈલેન્ડ વિરુદ્ધ રમશે.
ચોનબુરી (થાઈલેન્ડ): ભારતીય મહિલા ફુટહોલ ટીમે એએફસી અન્ડર-19 ક્વોલિફાયરના પ્રથમ રાઉન્ડના પહેલા મેચમાં પાકિસ્તાનને 18-0થી કરારો પરાજય આપ્યો હતો. ભારતીય મહિલા ટીમે પ્રથમ હાફમાં 9-0ની વિશાળ લીડ મેળવી અને બીજા હાફમાં પણ નવ ગોલ કરીને પાકિસ્તાન પર 18-0થી એકતરફો વિજય મેળવ્યો હતો. મનીષાએ બીજી તથા 25મી. દેવંતાએ નવ તથા 25મી અને દયા દેવીએ 27 અને રોજા દેવીએ 31મી મિનિટે ગોલ કર્યો હતો. તો પાકિસ્તાનની ગોલકીપર અમાન ફય્યાઝે એક આત્મઘાતી ગોલ કર્યો હતો. પપ્કી દેવી અને કેપ્ટન અબામની ટુડુએ ઇંજરી ટાઇમમાં એક-એક ગોલ કરીને પ્રથમ હાફ સુદી ભારતને 9-0થી આગળ કરી દીધું હતું.
બીજા હાફમાં ભારતીય ટીમે રેણુ (52, 54, 75, 89, 90મી મિનિટ)ના શાનદાર પાંચ ગોલોની મદદથી મેચ પર પોતાનું નિયંત્રણ બનાવી લીધું હતું. તે સિવાય રોજા દેવીએ 59મી અને સૌમ્યતા ગુગુલોથે 77મી મિનિટે ગોલ કરીને ભારતને 18-0થી સરળ વિજય અપાવ્યો હતો.
ભારતીય ટીમના આ શાનદાર પ્રદર્શન પર કોચ એલેક્સ અંબ્રોસે કહ્યું, આજનું પરિણામ અમારા માટે ખૂબ શાનદાર રહ્યું. આ જીતથી ખેલાડીઓને આત્મવિશ્વાસ મળ્યો છે. આશા છે કે અમે આગામી મેચમાં સારૂ પ્રદર્શન કરીશું.